Israel તા.9
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામમાં પોતાનો લાભ જોતા પાકિસ્તાન આવતીકાલે યોજાનારી શાંતિવાર્તા માટે થનગની રહ્યું છે તે સમયે ઈઝરાયેલે શાંતિવાર્તામાં પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે પાકિસ્તાનનો ભરોસો કરી શકાય નહી.
ઈઝરાયેલની સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં ભારત ખાતેના ઈઝરાયેલના રાજદૂત રૂવેન અજાર એ જણાવ્યું કે અમે પાકિસ્તાનને એક વિશ્વસનીય ખેલાડી તરીકે જોતા નથી. અમને એવું લાગે છે કે અમેરિકાને પોતાના કારણોથી મધ્યસ્થી માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે.
ઈઝરાયેલના રાજદૂતે લેબનાન પર ચાલી રહેલા હવાઈ હુમલાનો પણ બચાવ કરતા કહ્યું કે અમારો હેતુ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાના આતંકવાદને ખત્મ કરવાનો છે અને તેને ઈરાન સાથેના ઓપરેશનમાં કંઈ લાગતુ વળગતુ નથી. અમે એક એવી સ્થિતિ બનાવવા માંગીએ છીએ કે દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાના આતંકવાદી નેટવર્કને કોઈ જગ્યા જ ન રહે અને લેબનાનની સરકારની જવાબદારી પણ તે જ છે.
જયાં સુધી ઈરાનની વાત છે તો અમને આશા છે કે જે 15 સૂત્રીય કાર્યક્રમ નિશ્ચિત થયો છે તેની શરતો પુરી થશે. ઈરાને જો કે લેબનાનમાં ઈઝરાયેલની કાર્યવાહી સામે વિરોધ દર્શાવીને યુદ્ધ વિરામનો અંત લાવવા ધમકી આપી છે.

