શિયાળો આવતાં જ ઠંડી હવાની સૌથી પહેલી અસર આપણી કોમળ ત્વચા પર થાય છે. આપણી સંવેદનશીલ ત્વચા ઠંડી હવાની થપાટોને સહન નથી કરી શકતી અને તેને નુકસાન પહોંચાડે છે, જેમ કે એડી ફાટવી, ચીરા પડવા, ત્વચા રુક્ષ- નિસ્તેજ થવી અને ખૂબસૂરત ચહેરાની ચમક જતી રહેવી વગેરે.
ઠંડી અને શુષ્ક હવા ભેજને શોષી લે છે. સૂરજનાં અલ્ટ્રાવાયલેટ કિરણોથી પણ શિયાળામાં ત્વચાને નુકસાન થાય છે. આવી નુકસાન પામેલી ત્વચા માટે ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સ્ક્રબિંગની જરૂર પડે છે.
ભીનાશના અભાવે સંવેદનશીલ ત્વચાના સેલ જલદીથી ડેડ થઈ જાય છે.
તેથી શરીરમાંથી ડેડ સ્કિન સેલ કાઢવાને માટે અને આખા શરીરમાં રક્તસંચારમાં ઝડપ લાવવા માટે ત્વચા પર સ્ક્રબિંગ કરવું જરૂરી છે. અઠવાડિયામાં એક વાર આખા શરીરે સ્ક્રબિંગ કરાવવું જોઈએ. સ્ક્રબિંગ કરવાથી માત્ર ત્વચા પર તાજગી જ નથી આવતી, પરંતુ જમા થયેલી જૂની ડ્રાય અને ડેડ સ્કિનમાંથી પણ છુટકારો મળે છે. આવો, અમે તમને એવાં જ થોડાં સ્ક્રબ વિશે માહિતી આપીએ છીએ જેનો ઉપયોગ કરીને શિયાળામાં તમે તમારી રુક્ષ, નિસ્તેજ અને ફાટેલી ત્વચામાંથી મુક્તિ મેળવી શકશો. ત્વચાની ખૂબસૂરતીને વધારનાર બોડીસ્ક્રબ સ્પા ટ્રિટમેન્ટનો જ એક ભાગ છે. જો મોંઘા બ્યૂટિપાર્લર અને સ્પા સેન્ટરમાં જઈને સ્પા ટ્રિટમેન્ટ લેવાની આથક સ્થિતિ ન હોય તો વધારે હેરાન થવાની જરૂર નથી. આજે માર્કેટમાં ઘણી કંપનીઓનાં બોડીસ્ક્રબ મળે છે જેનો ઉપયોગ કરીને ત્વચાના ડેડ અને ડ્રાય સેલને સહેલાઈથી રિમૂવ કરી શકાય છે.
સોલ્ટ સ્ક્રબ
શિયાળામાં નિસ્તેજ ત્વચા પર ચમક લાવવા માટે સૌથી સારું સોલ્ટ સ્ક્રબ છે. સોલ્ટ સ્ક્રબથી સ્ક્રબિંગ કરવાથી ત્વચા પર સ્મૂથનેસ અને તાજગી આવે છે. નિસ્તેજ ત્વચામાં એટલી ભીનાશ આવી જાય છે કે સ્નાન કર્યા પછી ત્વચા પર બોડીલોશન કે કોલ્ડ ક્રીમ લગાડવાની જરૂર નથી પડતી.
સી સોલ્ટ, કોશર સોલ્ટ, ઈસોમ સોલ્ટ અને પ્લેન સોલ્ટમાં આલમંડ ઓઈલ, સનફ્લાવર ઓઈલ, જોજોબા ઓઈલ કે કોકોનટ ઓઈલને મિક્સ કરવાથી સોલ્ટ સ્ક્રબ તૈયાર થાય છે. સોલ્ટ સ્ક્રબ થોડા પ્રમાણમાં લઈને શરીર પર હલકા હાથે માલિશ કરી પછી શાવર લો. આ સોલ્ટ બ ડિટોક્સિફાઈગ હોય છે અને તેનાથી બિંગ કરવાથી માંસપેશીઓને રિલેક્સ ફીલ થાય છે, પરંતુ શિયાળામાં ફાટેલી ત્વચા અને ચીરા પડેલી પગની એડી પર સોલ્ટ સ્ક્રબનો ઉપયોગ ના કરવો જોઈએ.
સુગર સ્ક્રબ
શિયાળામાં જે લોકોની ત્વચા જલદી ફાટે છે અને ચીરા પડે છે તેમનાં માટે સુગર સ્ક્રબ બહુ સારું સ્ક્રબ છે, કારણ કે સુગર સ્ક્રબ ફાટેલી ત્વચાની ડેડ સેલને જલદી કરે છે.
સુગર સ્ક્રબ ઘણાં પ્રકારનાં હોય છે. બ્રાઉન સુગર સ્ક્રબ, વાઈટ (દાણાદાર) સુગર સ્ક્રબ અને નેચરલ કેન સુગર સ્ક્રેબ. તેમાં સોયાબીન ઓઈલ, ગ્રેપસીડ ઓઈલ મિક્સ કરી સુગર સ્ક્રબ તૈયાર કરાય છે. વાઈટ સુગર સ્ક્રબ અને કુદરતી કેન સુગર સ્ક્રબ કરતાં બ્રાઉન સુગર ખૂબ વધારે સારું છે. તેનાથી ત્વચાને વધારે પોષણ મળે છે. આ સુગર સ્ક્રબ સોલ્ટ સ્ક્રબ કરતાં વધારે સોફ્ટ હોય છે અને ત્વચાને ફેશનેસનો અનુભવ કરાવે છે.
કૉફી સ્ક્રબ
શિયાળામાં રુક્ષ ત્વચા માટે સ્ક્રબિંગ તરીકે કૉફી સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. કૉફીના દાણા ત્વચાની તાજગી અને ચમકને જાળવી રાખે છે, સાથે આમાં મિશ્રિત કેફીનના પણ વધારે ફાયદા છે, જે ફેટ સેલ્સને ફરી અલગ કરે છે અને સેલુલાઈટના ફોર્મેશનને ઓછું કરે છે. સાથે રક્તવાહિનીઓને પણ કઠણ અને સાંકડી થતી રોકે છે.