Morbi, તા.10
8 મી માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત મહિલા સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કર્યું હતું અને તેમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી હાજર રહ્યા હતા.
તે ઉપરાંત મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ નવલદાન ગઢવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી જે ગામના મહિલા સરપંચો દ્વારા સારી કામગીરી કરવામાં આવી હોય તેઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

