Morbi, તા.10
રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્ર્નોના સ્થાનિક સ્તરે અને ટેકનોલોજીના માધ્યમથી ત્વરિત નિકાલ માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત આગામી માર્ચ-2026 માસનો ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ મોરબી ખાતે યોજાનાર છે.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ સ્વાગત કાર્યક્રમ તા. 26/03 ને ગુરુવારે સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. જેમાં અરજદારો પોતાના પ્રશ્ર્નોની સીધી રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ માર્ચ માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે.
અરજીના મથાળે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર દર્શાવવા અનિવાર્ય છે. 10 માર્ચ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

