Bhopal, તા.5
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશમાં લવજેહાદ જેવી ઘટનાઓમાં મહત્વપૂર્ણ વિધાન કરતા કહ્યું કે આ પ્રકારની સ્થિતિમાં પરિવારમાં આંતરિક રીતે જો મજબૂત સંવાદ થતો હોય તો લવજેહાદને રોકી શકાય છે. તેમણે કહ્યું કે ઘર અને પરિવાર વચ્ચે સતત લાંબી વાતચીત ચાલુ રહેવી જોઈએ.તો લવજેહાદ જેવી સમસ્યા પર પોતાની રીતે જ અંકુશ લાગી જશે.
શ્રી ભાગવતે ભોપાલમાં ીશક્તિ સંવાદમાં બોલતા જણાવ્યું કે આપણે વિચારવું જોઈએ કે આપણી દિકરીને કોઈ અજાણ્યો કઈ રીતે બહેકાવીને લઈ જઈ શકે છે. તેમણે જણાવ્યું કે દિકરીના ઘડતરમાં માતાની ભૂમિકા મહત્વની હોય છે. 12 વર્ષ સુધીના સમયમાં દિકરી માનસીક રીતે પુખ્ત થઈ જાય છે અને પરિવારમાં સંવાદના અભાવે લવજેહાદ જેવી ઘટનાઓ બને છે.
જયારે પરિવાર આંતરિક રીતે નિયમીત સંવાદ કરતો હોય તો આપોઆપ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા પ્રતિ સન્માનની ભાવના દિકરીઓમાં સર્જાય છે. તેમણે એ પણ ઉમેર્યુ કે દિકરીઓમાં સતર્કતા અને આત્મરક્ષાની ભાવના સર્જવી જોઈએ અમને ત્રીજુ આ પ્રકારના અપરાધ કરનારાઓ સામે આકરી અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ.
તેમણે સામાજીક સંગઠનોને આ પ્રકારની ગતિવિધિ સામે સામુહિક રીતે અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે જયારે સમાજ સભ્ય હોવાનો દાવો કરતો હોય તો મહિલાની ભૂમિકા કેન્દ્રમાં આવી જાય છે.
તેમણે આધુનિકતાના નામે પશ્ચીમી સંસ્કૃતિના આંધળા અનુકરણ સામે ચેતવણી આપી હતી અને કહ્યું કે તેથી જ આપણે બચપણથી જ સંતાનોને શું મુલ્યો-સંસ્કાર આપીએ છીએ તેના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
આરએસએસના વડા મોહન ભાગવતે ફરી એક વખત જણાવ્યું હતું કે અખંડ ભારતમાં રહેવાવાળા તમામ લોકોના ડીએનએ એક છે. તેઓએ જણાવ્યું કે વિવિધતા છતા પણ એકતા એ આપણી ઓળખ છે.
બાહરી રૂપથી આપણે અલગ દેખાઈ શકીએ છીએ પરંતુ રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ તમામ સ્તર પર આપણે એક છીએ અને એકતાને સ્વીકાર કરવાવાળો સમાજ હિન્દુ સમાજ છે. હિન્દુ કોઈ સંજ્ઞા નહી પરંતુ સ્વભાવ છે. જો જે મત પુજા પદ્ધતિ કે જીવનશૈલીના આધાર પર ઝઘડા કરતો નથી. તેમણે ઉમેર્યુ કે સમાજને કાનૂનથી નિયંત્રીત કરી શકાય છે પરંતુ સાથે જોડીને ચલાવવા માટે સદભાવના મહત્વની છે.
