Washington,તા.10
ઈરાન સામે છેલ્લા 11 દિવસથી યુદ્ધે ચડેલા અમેરિકા અને ઈઝરાયેલે તેના ઈચ્છીત ટાર્ગેટ હાંસલ કરી લીધા છે અને બહુ જલ્દી આ યુદ્ધનો અંત આવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં આ એક મોટો સંકેત આપતા જણાવ્યુ કે અમેરિકી લશ્કરી ઓપરેશન અમારી ધારણા કરતા પણ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઈરાન સામેની કાર્યવાહી બહુ જલ્દી પુરી થવામાં છે.
જો કે તેઓએ સાથોસાથ હોર્મુઝ જળમાર્ગથી ઓઈલ ટેન્કર સહિતના વ્યાપારી જહાજોના આવાગમન રોકવા સામે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે જો આ માર્ગ ને રોકવામાં આવશે તો અમો 20 ગણી તાકાતથી ઈરાન પર ત્રાટકશુ અને આગ તથા વિનાશ સિવાય કોઈ દ્રશ્યો નજરે ચડશે નહી. સીબીએસ ચેનલ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે હું માનું છું કે યુદ્ધ બહુ જલ્દી સમાપ્ત થશે.
ફલોરીડામાં પોતાની ગોલ્ફ કલબ પહોંચેલા અમેરિકી પ્રમુખે ઈરાન પાસે હવે નૌકાદળ, સંદેશાવ્યવહાર, હવાઈદળ, કશું બચ્યુ જ નથી તેમના મિસાઈલ ડ્રોન મથકોને પણ તોડી પડાયા છે અને અનેક ડ્રોન ઉત્પાદન મથકોને ઉડાવી દેવાયા છે. લશ્કરી દ્રષ્ટિએ ઈરાન પાસે કશું જ હવે રહ્યુ નથી. યુદ્ધના પ્રથમ સપ્તાહમાં જ ઈરાનના 3000ને નિશાન બનાવાયા છે અને હવે ભાગ્યે જ કોઈ લશ્કરી કાર્યવાહી બાકી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ ટ્રમ્પે જ ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી ચારથી પાંચ સપ્તાહ ચાલશે તેવું જાહેર કર્યુ હતું. ટ્રમ્પના આ વિધાનો એ સમયે આવ્યા છે કે જયારે ઈરાને તેના નવા સર્વોચ્ચ વડા તરીકે મુજતબા ખામેનેઈને જાહેર કર્યા છે. ટ્રમ્પે તે સમયે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે અમારી મંજુરી વગર કોઈ જાહેરાત સ્વીકાર્ય નથી. જો કે તેઓએ કોઈ સંદેશ ઈરાનને પાઠવ્યા છે.
તેના જવાબમાં ટ્રમ્પે ઈન્કાર કર્યો હતો એવું અનુમાન છે કે, ટ્રમ્પના મનમાં કોઈ અન્ય ઈરાનનું નેતૃત્વ કરી શકે છે. બીજી તરફ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં વ્યાપારી જહાજોની આવાજાહી રોકવાના ઈરાનના નિર્ણય સામે જણાવ્યું કે અમારી પાસે આ જળમાર્ગ ખુલ્લો રખાવવાની ક્ષમતા છે.
ટ્રમ્પે જણાવ્યું કે, જો ક્રુડતેલ રોકાશે તો અમો 20 ગણી તાકાતથી ઈરાન પર ત્રાટકશું. તેઓએ પોતાની સોશ્યલ મીડીયા પોસ્ટમાં જણાવ્યુ કે જો ઈરાન ક્રુડતેલ પુરવઠાને તોડવા કોશીશ કરશે તો અમો `ડેથ-ફાયર એન્ડ ફયુરી’ મોત, આગ, તબાહીના દ્રશ્યો સર્જશુ અને ઈરાન પર કહેર તુટી પડશે. અમો એવા ટાર્ગેટને પાર પાડશુ કે જે સરળતાથી ધ્વંશ કરી શકાય પણ અમો આશા રાખીએ કે આ સ્થિતિ સર્જાશે નહી.
ટ્રમ્પે જણાવ્યું કે, આ માર્ગ ક્રુડતેલન પુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી છે. તેઓએ ચીન સહિતના દેશો જે આ જળમાર્ગનો ઉપયોગ કરીને ક્રુડતેલ મેળવે છે તેને અમેરિકાની ભેટ ગણાવી હતી.
ટ્રમ્પે જણાવ્યું કે, મીડનાઈટ હેમરની જેમ ઈરાનના અણુ કાર્યક્રમને નુકશાન પહોંચાડયુ છે. જો અમો આ અભિયાન નહી ચલાવ્યુ હોત તો ઈરાને અણુશસ્ત્રો બનાવી લીધા હોત તે નિશ્ચિત અમોએ આ ખતરાને ટાળી દીધા છે.

