(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
Jamnagar જિલ્લા પોલીસ દ્વારા જાહેરમાં ચાલતા વરલી મટકાના નશીબ આધારિત જુગાર સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન તા. ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં એક જ દિવસમાં કુલ ૧૦ વર્લી-મટકાના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ૧૦ આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી વર્લી-મટકાનું સાહિત્ય તેમજ રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન ધરાનગર, લાલપુરના અનીલ ગોરાભાઈ મકવાણા પાસેથી રૂ. ૧૨૦, મહેશ્વરીનગર, જામનગરના જેઠાભાઈ નારણભાઈ મકવાણા પાસેથી રૂ. ૫૬૦, દરેડના ક્રિસાંગ રમેશભાઈ ભાણવડિયા પાસેથી રૂ. ૪૮૦, પવનચક્કી વિસ્તારના નિરવભાઈ પ્રકાશભાઈ નંદા પાસેથી રૂ. ૯૫૦, બેડીના રમજાન હનીફ જેડા પાસેથી રૂ. ૮૩૦, લીમડા ચોક, જામજોધપુરના ભાવેશગિરી પ્રતાપગિરી ગોસ્વામી પાસેથી રૂ. ૧૦૦, પાટણ ગામના શૈલેષભાઈ ઉકાભાઈ પરમાર પાસેથી રૂ. ૧૧૦, પડાણા ગામના હરેશભાઈ ઉર્ફે કારો નારણભાઈ મકવાણા પાસેથી રૂ. ૩૪૦ તેમજ સુભાષ શાકમાર્કેટ, જામનગરના પ્રફુલભાઈ ભીમજીભાઈ સોઢા પાસેથી રૂ. ૧૫૦ રોકડા ઉપરાંત વરલી મટકા ના જુગારનું સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેરમાં ચાલતા જુગારના અડ્ડાઓ તથા નશીબ આધારિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ વધુ કડક અને સતત કાર્યવાહી કરવામાં આવશે.

