Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    રાષ્ટ્રીય

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026Updated:June 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૩

    ૧૩ જૂન, ૨૦૨૬નો આ દિવસ ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડમી (દ્ગડ્ઢછ)ની પરીક્ષા પાસ કરનારી દેશની ૧૪ દીકરીઓ ૧ વર્ષની કપરી ટ્રેનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઓફિસર બની ગઈ છે. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી અને હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરેડ બાદ આ તમામ દીકરીઓ દેશની સેવામાં કમિશન થઈ છે. આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સેનાના ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે.

    દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી ની સ્થાપના ૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થઈ હતી. પોતાના ૯૪ વર્ષના ભવ્ય ઇતિહાસમાં પહેલીવાર આ એકેડમીએ એવો નજારો જોયો જેણે દેશની છાતી ગજગજ ફુલાવી દીધી. ના ઇતિહાસમાં આ પ્રથમ તક હતી જ્યારે ૯ મહિલા કેડેટ્‌સે પુરુષ કેડેટ્‌સની સાથે ખભેથી ખભો મિલાવીને લાસ્ટ સ્ટેપ પાર કર્યો અને ભારતીય થલસેનામાં સૈન્ય અધિકારી બની. જ્યારે ચેટવુડ બિલ્ડિંગની સામે આ દીકરીઓએ ડ્રિલ સ્ક્વેરમાં કદમતાલ મિલાવ્યા, ત્યારે આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.

    આ ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન દેશને કુલ ૭૪૬ નવા સૈન્ય અધિકારીઓ મળ્યા છેઃ

    – દેહરાદૂન માંથી કુલ ૫૧૫ કેડેટ્‌સ પાસ આઉટ થયા, જેમાં ના પહેલા મહિલા બેચની ૯ મહિલા કેડેટ્‌સ સૈન્ય અધિકારી બની છે.

    – હૈદરાબાદ એરફોર્સ એકેડમીમાંથી કુલ ૨૩૧ ફ્લાઇટ કેડેટ્‌સ પાસ આઉટ થયા, જેમાં ૫ મહિલા કેડેટ્‌સ (દ્ગડ્ઢછ બેચની) વાયુસેનામાં ઓફિસર તરીકે કમિશન થઈ છે.

    – વિશેષ વાત એ છે કે, દેહરાદૂન એકેડમીમાંથી આ વખતે ૧૬ મિત્ર દેશોના ૩૪ વિદેશી કેડેટ્‌સે પણ ટ્રેનિંગ પૂરી કરી છે, જે ભારતની વૈશ્વિક સૈન્ય તાકાત દર્શાવે છે. અગાઉ મહિલાઓ માટે દ્ગડ્ઢછના દરવાજા બંધ હતા અને તેઓ માત્ર શોર્ટ સર્વિસ કમિશન, ચેન્નાઈનીર્ ં્‌છ અથવા મેડિકલ સર્વિસ દ્વારા જ સેનામાં જોડાઈ શકતી હતી. પરંતુ જૂન ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો, જેના પછી ઓગસ્ટ ૨૦૨૨માં મહિલા કેડેટ્‌સની પ્રથમ બેચે દ્ગડ્ઢછમાં પ્રવેશ મેળવ્યો. ૩ વર્ષની આકરી મહેનત બાદ મે ૨૦૨૫માં ૧૮ મહિલા કેડેટ્‌સ ગ્રેજ્યુએટ થઈ હતી, જેમાંથી ૯ દીકરીઓએ ભારતીય આર્મી પસંદ કરી અને ૧ વર્ષની આકરી ટ્રેનિંગ બાદ આજે દેશની રક્ષક બની ગઈ.

    ભારત માતા, તેરી કસમ તેરે રક્ષક બનેંગે હમ…ના ગગનભેદી નારાઓ અને ૈંસ્છના સત્તાવાર ગીતની ધૂન વચ્ચે જ્યારે જેન્ટલમેન અને લેડી કેડેટ્‌સ કદમતાલ કરતા આગળ વધ્યા, ત્યારે ત્યાં હાજર તેમના માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વાલીઓ પોતાની દીકરીઓ અને દીકરાઓને સેનાની વરદીમાં સ્ટાર્સ સાથે સજ્જ જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા.

    આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેહરાદૂનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને હૈદરાબાદમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    કેડેટ્‌સને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ ક્ષણને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું, આ ભારતીય સૈન્ય એકેડમીના ઇતિહાસમાં પહેલીવાર ૯ મહિલા કેડેટ્‌સ પાસ આઉટ થઈ રહી છે, જે માત્ર આ એકેડમી માટે નહીં પણ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારતમાં મહિલાઓને પુરુષો સમાન જ હક છે અને તેઓ દેશની સુરક્ષામાં બરાબરીની ભાગીદારી નોંધાવી રહી છે.

    આ શાનદાર પરેડ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા કેડેટ્‌સને સન્માનિત કરવામાં આવ્યા હતાઃ

    – ઓફિસર કેડેટ વિશાલ કુમારઃ પ્રતિષ્ઠિત સ્વૉર્ડ ઓફ ઓનર અને ગોલ્ડ મેડલથી સન્માનિત.

    – ઓફિસર કેડેટ પ્રિન્સ રાજઃ સિલ્વર મેડલ મેળવ્યો.

    – ઓફિસર કેડેટ તેજસ ભટ્ટઃ બ્રોન્ઝ મેડલના હકદાર બન્યા.

    – ઓફિસર કેડેટ ઋષભ મિશ્રાઃ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રથમ આવવા બદલ સિલ્વર મેડલ.

    – ઓફિસર કેડેટ સંજય સિંહઃ ચીફ ઓફ આર્મી સ્ટાફ બેનર (ઇમ્ફાલ કંપની) એનાયત કરાયું.

    – ઓફિસર કેડેટ બોધરાજ થાપાઃ સ્પેશિયલ કમિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

    – ઓફિસર કેડેટ જેફ સદી અલ્વી (બાંગ્લાદેશ)ઃ મિત્ર દેશોના કેડેટ્‌સમાં બેસ્ટ ઓફિસર કેડેટનો એવોર્ડ જીત્યો.

    14-daughters army-and-air-force
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026
    રાષ્ટ્રીય

    મોદીએ સીધા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરવો જોઈએ,Subramanian Swamy

    June 13, 2026
    અન્ય રાજ્યો

    આસામના જોરહાટ એરબેસ પર IAFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ

    June 13, 2026
    અન્ય રાજ્યો

    PM Modiએ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા,કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

    June 13, 2026
    રાષ્ટ્રીય

    પંજાબ ચૂંટણીમાં BJP બધી ૧૧૭ બેઠકો પર ચૂંટણી લડશે, હજુ સુધી કોઈ ગઠબંધન નથી

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.