Egypt, તા.26
મિસ્રની રાજધાની કૈરો (કાહિરા)માં બુધવારે 25 નવેમ્બર મુખ્ય હાઈવે પર ઓઇલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગના કારણે આસપાસનાં ઘણાં વાહનો તેની ચપેટમાં આવી ગયાં અને ભારે તબાહીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે 21 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજધાની કૈરોને ચારે તરફથી જોડતા મુખ્ય રિંગરોડ પર લાગેલી આ આગમાં 24થી વધુ કાર અને ટુ-વ્હીલર બળીને ખાક થઈ ગયાં હતાં. આ દુર્ઘટના ગે્રટર કૈરોના ગીઝા પ્રાંતના ગીચ વસ્તી ધરાવતા વર્રાક વિસ્તારના હાઈવે પર સર્જાઈ હતી.
ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓએ કારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. મિસ્રના પ્રમુખે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે ઉગઅ ટેસ્ટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

