ગુમ અને મોત મામલામાં એક જ જેવી પેટર્ન જોવા મળી
Washington, તા.૧૭
અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં પરમાણુ અને અંતરિક્ષ કાર્યક્રમ સાથે જોડાયેલા ૧૦ વિજ્ઞાનીઓ સાથે રહસ્યમય ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ મુજબ, આમાંથી પાંચ વિજ્ઞાનીઓ ગુમ થયા છે, તો પાંચ વિજ્ઞાનીઓના મોત થયા છે. આમ તો વિશ્વભરમાં અમેરિકાનો પરમાણુ કાર્યક્રમ પ્લાન સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે, તેમાં કોઈપણ દેશ દખલગીરી કરવાનું વિચારી શકતું નથી. જોકે આ મામલો સામે આવ્યા બાદ હવે અમેરિકાના પરમાણુ કાર્યક્રમમાં સામેલ વિજ્ઞાનીઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. અમેરિકામાં આ ૧૦ વિજ્ઞાનીઓ મામલે તાત્કાલીક તપાસ કમિટી બનાવાવમાં આવી છે.
જે ૧૦ વૈજ્ઞાનિકો સાથે રહસ્યમય ઘટના બની છે, તેઓ અમેરિકાની સૌથી સુરક્ષિત કહેવાતી લેબમાં કામ કરતા હતા. આમાં અમેરિકાની ખૂબ જ મહત્વની વૈજ્ઞાનિક સંસ્થાઓ નાસા (દ્ગછજીછ), લોસ એલામોસ (ર્ન્જ છઙ્મટ્ઠર્દ્બજ), અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (સ્ૈં્)ના વિજ્ઞાનિઓ પણ સામેલ છે. ગુમ કે મોત થયેલા વૈજ્ઞાનિકોમાંથી કેટલાક રૉકેટના ધાતુ અને ન્યૂક્લિયર ફ્યૂજન જેવા સંવેદનશીલ પ્રોજેક્ટ પર કામ કરતા હતા.
ચોંકાવનારી વાત એ છે કે, ગુમ થયેલા કે મૃત્યુ પામેલા વિજ્ઞાનીઓના વ્યવહારમાં એક જેવી પેટર્ન જોવા મળી છે.
પાંચ વિજ્ઞાનીઓના કેસમાં એવી વિગત સામે આવી છે કે, તેઓ ઘરેથી ફોન લીધો ન હતો અને ચાવી-પર્સ લઈને ચાલતા જ નીકળી ગયા હતા અને પછી પરત ફર્યા નથી.
અમેરિકન એરફોર્સના નિવૃત્ત જનરલ ‘વિલિયમ નીલ મૈક્કૈસલૈન્ડ’ પરમાણુ ફન્ડિંગ સંબંધી પ્રોજેક્ટમાં કામ કરતા હતા. તેઓ આ વર્ષે ૨૭ ફેબ્રુઆરીએ ઘરેથી ગાયબ થયા હતા. આ ઉપરાંત નાસાની રૉકેટ વિજ્ઞાની ‘મોનિકા રેજા’ ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરમાણુ હથિયારોના સ્પેર પાર્ટ્સ બનાવતી સ્ટીવન ગાર્સિયા પણ ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. ગાર્સિયા પોતાનો ફોન અને પર્સ ઘરે મુકીને જતી રહી હતી. લૉસ એલામોસ લેબની ‘મેલિસા કૈસિયાસ’ પણ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેમનો ફોન ફેક્ટ્રી રિસેટ મોડમાં મળી આવ્યો હતો.
દ્ગછજીછમાં એસ્ટ્રો ફિજિસ્ટન વિજ્ઞાની કાર્લ ગ્રિલમેયરની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. ન્યૂક્લિયર ફ્યૂજનના વિજ્ઞાની નૂનો લુરેઈરોની પણ હત્યા કરાઈ હતી. તેમના પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો.
વિલિયમ નીલ મૈક્કૈસલેન્ડ, મોનિકા રેજા અને સ્ટીવન ગાર્સિયા ક્યાં છે, તેની કોઈપણ માહિતી અમેરિકન પોલીસ કે ગુપ્ત એજન્સીઓ પાસે નથી. બીજીતરફ વ્હાઈટ હાઉસની પ્રવક્તા કૈરોલિના લૈવિટે કહ્યું કે, આ ઘટનાઓ મામલે તપાસ ચાલી રહી છે. અમેરિકન પોલીસ તપાસ કરીને તમામ માહિતી એકત્ર કરી રહી છે.

