Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    મુખ્ય સમાચાર

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ વિધેયકો પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો

    New Delhi, તા.૧૭

    લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા ત્રણ બિલો પર મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલા આ વિધેયકો પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા વિપક્ષને આ બિલનું સમર્થન કરવા અપીલ કરવામાં આવી હતી. જોકે, આખરે મહિલા અનામત સાથે જોડાયેલા આ બિલો લોકસભામાં પસાર થઈ શક્યા નહીં. બિલને લઈને સરકારને વિપક્ષનો સાથ મળી શક્યો નહીં.

    લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (૧૭ એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા(Constitution Amendment Bill) વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ મુદ્દે ૫૨૮ સભ્યોએ મતદાન કર્યું છે. આ પૈકી તરફેણમાં ૨૯૮ મત પડ્યા છે, જ્યારે ૨૩૦ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મતદાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલના પરાજયની પુષ્ટિ કરી હતી. નોંધનીય છે કે, હવે લોકસભા શનિવારે સવારે ૧૧ વાગ્યે ફરી મળશે. આ પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ પર જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી દીધી છે.’

    બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, “બંધારણ (૧૩૧મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તેને ગૃહમાં મતદાન દરમિયાન ૨/૩ બહુમતી મળી ન હતી. કુલ મત ૫૨૮ પડ્યા, જેમાંથી સમર્થનમાં ૨૯૮ અને વિરોધમાં ૨૩૦ મત પડ્યા. પહેલા રાઉન્ડમાં કુલ ૪૯૮ મત પડ્યા, જેમાં સમર્થનમાં ૨૭૮ અને વિરોધમાં ૨૧૧ મત પડ્યા. લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (૧૩૧મો સુધારો) સુધારા બિલના સમર્થનમાં ૨૭૮ મત પડ્યા અને ૨૧૧ મત વિરોધમાં પડ્યા. આમ, લોકસભામાં કુલ ૪૮૯ મતદાન થયું છે.

    ગૃહમંત્રી અમિત શાહ નારી શક્તિ વંદન અધિનિયમ પર લોકસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ અવસરે તેમણે વિપક્ષ પર મહિલા અનામતનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષનો આ વિરોધ આ બિલના અમલીકરણ સામે નથી, પરંતુ મહિલાઓના અનામતની વિરુદ્ધમાં છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૨૯ સુધી મહિલા સશક્તિકરણના વચનને પૂરું કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, હું વચન આપું છું કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી મહિલા અનામત સાથે જ પૂર્ણ થશે.

    લોકસભામાં મહિલા અનામત સાથે જોડાયેલા બિલોને પસાર કરાવવા માટે સત્તારૂNDA સામે સંખ્યાબળનો મોટો પડકાર ઉભો થયો છે. વર્તમાન સ્થિતિમાં NDA પાસે લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી નથી, જેના કારણે આ મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલને પસાર કરાવવા માટે વિપક્ષના સહયોગ અથવા ગેરહાજરી પર નિર્ભર રહેવું પડશે. લોકસભામાં NDA પાસે કુલ ૨૯૩ સાંસદ છે, જે ગૃહના લગભગ ૫૪ ટકા છે, જ્યારે વિપક્ષ પાસે ૨૩૩ સાંસદ છે. આ સિવાય કેટલાક અપક્ષ અને નાના પક્ષોના સભ્યો પણ છે, જેમની ભૂમિકા આ આખા ગણિતમાં નિર્ણાયક બની શકે છે. નિયમો મુજબ, કોઈપણ બંધારણીય સુધારા બિલને પસાર કરાવવા માટે ગૃહમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના બે તૃતીયાંશ સમર્થનની જરૂર હોય છે. જો તમામ ૫૪૦ સભ્યો હાજર રહે, તો આ આંકડો ૩૬૦ સુધી પહોંચી જાય છે.

    failed Lok-Sabha Women's reservation bill
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    America એ ઈરાની બંદરો પર નાકાબંધી કરવાની યોજના બનાવી,૧૦,૦૦૦ થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026

    રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.