ધો.10માં 589 ધો.12માં 89 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli ,તા.27
અમરેલી જિલ્લામાં ગઈકાલથી ધોરણ10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે શુભારંભ થવા પામેલ છે. ત્યારે ગઈકાલે પરીક્ષાના પ્રથમ દિવસે જ કુલ નોંધાયેલા 25724 પૈકી 678 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહેતાં કુલ 25046 જેટલાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધો.10 ગુજરાતી મીડિયમમાં ગુજરાતી વિષયની કુલ 74 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાય હતી. જેમાં કુલ નોંધાયેલા 25684 પરીક્ષાર્થીઓ પૈકી 15100 વિદ્યાર્થીઓ હાજર રહયાં હતાં. જ્યારે પ્રથમ દિવસે 584 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવા પામેલ છે. જ્યારે ધો.10 ઈંગ્લીશ મીડિયમમાં ઈંગ્લીશ વિષયની કુલ 16 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાય હતી. જેમાં કુલ નોંધાયેલા 624 પરીક્ષાર્થીઓ પૈકી 619 વિદ્યાર્થીઓ હાજર રહયાં હતાં. જ્યારે પ્રથમ દિવસે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવા પામેલ છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની કુલ 34 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાય હતી. જેમાં કુલ નોંધાયેલા 7791 પરીક્ષાર્થીઓ પૈકી 7708 વિદ્યાર્થીઓ હાજર રહયાં હતાં. જ્યારે પ્રથમ દિવસે 83 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવા પામેલ છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની કુલ 9 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાય હતી. જેમાં કુલ નોંધાયેલા 1625 પરીક્ષાર્થીઓ પૈકી 1619 વિદ્યાર્થીઓ હાજર રહયાં હતાં. જ્યારે પ્રથમ દિવસે 6 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવા પામેલ છે.

