Rajkot,તા.15
રાજકોટના મેદાન પરની વિકેટ બેટરો માટે સ્વર્ગ સમાન હોય તેમ બોલરોને ખાસ મદદ મળી ન હતી. ખાસ કરીને સ્પીનરો ધોવાયા હતા. ભારતીય સ્પીનર કુલદીપ યાદવ સૌથી વધુ ધોવાયો હતો. તેની પ્રથમ ઓવરમાં જ કિવીઝ બેટરોએ 14 રન ઝુડયા હતા.
10 ઓવરમાં તેણે 8ર રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. જોકે તેના બોલીંગ સ્પેલમાં બે કેસ પડતા મુકાયા હતા. 1 અઘરો કેચ રોહિત શર્માએ ગુમાવ્યો હતો જયારે પ્રસિધ્ધ ક્રિષ્નાએ અન્ય એક કેચ ગુમાવ્યો હતો જે પ્રમાણમાં ઘણો સરળ હતો. બે કેચ પડતા મુકાયા છતાં કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી. યંગને તેણે 87 રને આઉટ કર્યો હતો.
ભારતે 3 છગ્ગા અને 27 ચોગ્ગા ફટકાર્યા : ન્યુઝીલેન્ડે 3 છગ્ગા અને ર3 ચોગ્ગા માર્યા
રાજકોટની બેટીંગ વિકેટ પર સતત ચોગ્ગા-છગ્ગા લાગતા રહ્યા હતા. ભારતીય ટીમે પોતાની ઇનિંગમાં કુલ 3 છગ્ગા અને ર7 ચોગ્ગા ફટકાર્યા હતા. સદી ફટકારનાર કે.એલ.રાહુલે 1 છગ્ગો અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. પ6 રન બનાવનાર શુભમીન ગીલે 1 છગ્ગો અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. નિતીશ રેડ્ડીએ 1 છગ્ગો ફટકાર્યો હતો.
રોહિત શર્મામાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 1 છગ્ગો ફટકાર્યો હતો. ન્યુઝીલેન્ડની ઇનિંગમાં 3 છગ્ગા અને ર3 ચોગ્ગા લાગ્યા હતા. મિચેલે ર છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. યંગે 7 ચોગ્ગા, કોન્વેએ 3 અને ફિલીપ્સે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

