Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 28 એપ્રિલનું પંચાંગ
    • 28 એપ્રિલનું રાશિફળ
    • શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
    • ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
    • પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
    • Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
    • Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો. બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ અને રિકવરીને કારણે સ્થાનિક રોકાણકારોમાં ભારે ઉત્સાહને કારણે શરૂઆતથી જ ભારતીય શેરબજારમાં મજબૂત બુલિશ સેન્ટિમેન્ટ જોવા મળ્યું. વૈશ્વિક બજારોમાંથી મળેલા સ્થિર સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદીના કારણે બજારને મજબૂત સપોર્ટ મળ્યો હતો. ઇન્ડેક્સ લેવલ પર સતત બજારનો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે ખાસ કરીને બેંકિંગ, ફાઈનાન્સ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં લીડરશિપ જોવા મળી હતી.

    સેન્સેક્સ : સેન્સેક્સમાં આજે શરૂઆતથી જ રિલાયન્સની આગેવાની હેઠળ ખરીદીનાં માહોલ દ્વારા ઇન્ટ્રાડે મજબૂત ઉછાળો નોંધાવ્યો હતો. અદાણી પોર્ટ, ગોદરેજ પ્રોપર્ટી ગ્લેનમાર્ક ફાર્મા, ઈન્ડસીન્ડ બેન્ક, સ્ટેટ બેન્ક તેમજ બેંકિંગ અને લાર્જકેપ સ્ટોક્સમાં મજબૂતીના કારણે ઇન્ડેક્સ સતત ઉપર ટ્રેડ કરતો રહ્યો જે બજાર માટે બુલિશ ટ્રેન્ડનું સ્પષ્ટ સંકેત છે.

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૬૬૪ સામે ૭૬૮૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૭૫૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૩૦૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર : નિફ્ટી ફ્યુચરે આજે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ બ્રેકઆઉટ કર્યું અને ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર સ્થિરતા દર્શાવી. માર્કેટ બ્રેડ્થ ખૂબ જ મજબૂત જોવા મળી જે દર્શાવે છે કે તેજી માત્ર થોડા સ્ટોક્સમાં નહીં પરંતુ સમગ્ર બજારમાં વ્યાપક રીતે જોવા મળી રહી છે.

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૯૨૨ સામે ૨૪૦૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૯૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૪  પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૨૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    વૈશ્વિક પરિબળો : વૈશ્વિક બજારોમાં સ્થિરતા અને જીઓપોલિટિકલ તણાવમાં ઘટાડો એ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને યુએસ માર્કેટ્સમાં પોઝિટિવ ટ્રેન્ડ ભારતીય બજાર માટે સપોર્ટિવ રહ્યા હતા.મધ્યપૂર્વમાં તણાવમાં થોડી રાહત જોવા મળતા વૈશ્વિક બજારોમાં રિસ્ક-ઓન સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે,જે ઇક્વિટી માર્કેટ માટે પોઝિટિવ સંકેત છે.ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા રહેતા મોંઘવારી અંગેની ચિંતા થોડી ઘટી છે, જે ખાસ કરીને ઈમ્પોર્ટ-ડિપેન્ડન્ટ દેશો માટે રાહતરૂપ છે. યુએસ અને યુરોપિયન બજારોમાં પોઝિટિવ ક્લોઝિંગ નોંધાતા વૈશ્વિક ઇક્વિટી સેન્ટિમેન્ટ સુધર્યું છે અને તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સમાં સ્થિરતા રહેતા કરન્સી વોલેટિલિટી ઘટી છે, જે વિકસતાં બજારો માટે અનુકૂળ માહોલ ઉભો કરે છે.

    સ્થાનિક પરિબળો : સ્થાનિક સ્તરે ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત આધાર બની રહી છે, જે દરેક ઘટાડા પર સપોર્ટ પૂરો પાડે છે. ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી અને સકારાત્મક કોર્પોરેટ પરિણામો રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવે છે. રૂપિયામાં સ્થિરતા રહેતા વિદેશી રોકાણકારો માટે પણ બજારનું આકર્ષણ યથાવત રહ્યું છે.

    સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : બેંકિંગ અને ફાઈનાન્સ, ફાર્મા સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી હતી, જે ઇન્ડેક્સના મુખ્ય ડ્રાઈવર્સ તરીકે કામ કરતા રહ્યા. આઈટી સેક્ટરમાં ગ્લોબલ સંકેતો સુધરતા ખરીદી જોવા મળી, જે અગાઉના દબાણ બાદ રિકવરી દર્શાવે છે ઓટોમોબાઈલ સેક્ટરમાં માંગમાં સુધારો અને કોસ્ટ સ્ટેબિલિટીથી સકારાત્મક મૂવમેન્ટ નોંધાઈ. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં સતત વેલ્યુ બાયિંગ જોવા મળ્યું, જે લાંબા ગાળાના રોકાણકારોની રસદારી દર્શાવે છે.

    તેજી તરફી મુખ્ય કારણો : ડીઆઈઆઈ દ્વારા મજબૂત અને સતત ખરીદી બજાર માટે સૌથી મોટું સપોર્ટિંગ ફેક્ટર રહ્યું છે. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ અને સ્થિરતા રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા મોંઘવારીના દબાણને ઘટાડે છે, જે બજાર માટે પોઝિટિવ છે. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાથી બજારમાં ખરીદી યથાવત રહે છે.

    મંદી તરફી કારણો : એફઆઈઆઈ દ્વારા સમયાંતરે પ્રોફિટ બુકિંગ થવાથી બજારમાં વોલેટિલિટી વધે છે. વૈશ્વિક જીઓપોલિટિકલ અનિશ્ચિતતા હજી પણ સંપૂર્ણપણે દૂર થઈ નથી. મોંઘવારી અંગેની ચિંતા રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. ઊંચા વેલ્યુએશનને કારણે કેટલાક સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.ડીઆઈઆઈ દ્વારા મજબૂત ખરીદી બજાર માટે બેઝ સપોર્ટ તરીકે કામ કરી રહી છે અને દરેક ઘટાડાને શોષી રહી છે. એફઆઈઆઈ તરફથી મિક્સ્ડ પ્રવૃત્તિ જોવા મળી છે, જેમાં ક્યારેક પ્રોફિટ બુકિંગ થાય છે, પરંતુ ઓવર ઓલ ટ્રેન્ડ સ્થિર રહ્યો છે. મિત્રો,૨૪.૦૪.૨૦૨૬ એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૮૮૨૭.૮૭ વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૪૭૦૦.૭૧ ખરીદી જોવા મળી હતી.

    કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા બજાર માટે અનુકૂળ રહી છે અને મોંઘવારીના જોખમોને મર્યાદિત રાખે છે. ઇન્ડસ્ટ્રીયલ માંગમાં સુધારા કારણે મેટલ્સ સેક્ટરમાં મજબૂતાઈ જોવા મળી છે.સોનાના ભાવમાં મર્યાદિત ઘટાડો નોંધાયો છે, કારણ કે રિસ્ક ઓન સેન્ટિમેન્ટમાં રોકાણકારો ઇક્વિટી તરફ વળ્યા છે. તરીકે ગોલ્ડમાં ડિમાન્ડમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સપોર્ટ આપે છે પરંતુ ગ્લોબલ વોલેટિલિટી અસર કરે છે.

    ભાવિ દિશા : ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વ વિરામ અંતે ટ્રમ્પે બિનશરતી લંબાવીને વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે. આ યુદ્વ વિરામ લંબાવ્યા બાદ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝફાયર ત્રણ સપ્તાહનું કરાવીને પણ યુદ્વ એક તરફ અંત તરફ આગળ વધી રહ્યાનો સંકેત આપનારા ટ્રમ્પ, બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ થકી થતાં જહાજોના વહનની નાકાબંધી માટે બીજું યુદ્વ જહાજ મોકલીને ઈરાનને આર્થિક ભીંસમાં લાવીને શરણે આવવા મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નાકાબંધી લાંબા ચાલવાના અંદાજો વચ્ચે વિશ્વનો ક્રુડ ઓઈલના પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધીને ૧૦૫ ડોલરની સપાટીએ પહોંચી ગયા છે. જે સારો સંકેત નથી. આ જીઓપોલિટીકલ ટેન્શનની સતત અનિશ્ચિતતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો પર યુદ્વની નેગેટીવ અસર અને એઆઈને લઈ આઈટી ઉદ્યોગની માઠી બેસી હોઈ એમ સપ્તાહના અંતે આઈટી શેરો પાછળ કડાકાએ પાછલા સપ્તાહમાં સતત શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકાની હેટ્રિકે સેન્ટીમેન્ટને ડહોળ્યું છે. ઈરાન પર દબાણ વધારી રહેલા ટ્રમ્પ શાસનના વ્યુહને જોતાં અને પાકિસ્તાનના બન્ને પક્ષોને યુદ્વના અંત માટે ફરી મંત્રણા માટે રાજી કરવાના પ્રયાસ અને ઈરાનના પ્રતિનિધિ મંડળ દ્વારા સંભવિત આ માટેની તૈયારીની સંજોગોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની કોઈ ડિલ થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે વિશ્વ વેપારનું જોખમ હળવું થવાની સ્થિતિમાં આગામી દિવસોમાં બજાર રિબાઉન્ડ થઈ શકે છે.

    ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને દૃષ્ટિએ બજાર મજબૂત સ્થિતિમાં છે, જે આગળની તેજી માટે સંકેત આપે છે પરંતુ રોકાણકારોનો એક વર્ગ બજારમાં ખરીદી સંદર્ભે સાવચેતી રાખવા માટે અને હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યો છે.

    તા.૨૮.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૭.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૮૮ પોઈન્ટ થી ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૯૭૯ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ગોદરેજ પ્રોપર્ટી ( ૧૮૧૮ ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭૩ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૬૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૭૮ થી રૂ.૧૩૮૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૨૮૮ ) :- રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૪ થી રૂ.૧૩૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટાટા કન્ઝયુમર ( ૧૧૬૧ ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( ૧૧૧૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પીએસયુ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૮૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૨૩૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૬૩ આસપાસ સપોર્ટથી રૂ.૨૩૦૩ થી રૂ.૨૨૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ભારત ફોર્જે ( ૧૮૯૯ ) :- રૂ.૧૯૨૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૯૩૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૮૮૭ થી રૂ.૧૮૭૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઓબેરોઈ રિયલ્ટી ( ૧૭૩૧ ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૭૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેંક ( ૧૩૨૪ ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૦૬ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૧૭૬ ) :- રૂ.૧૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૬૪ થી રૂ.૧૧૫૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    April 26, 2026
    લેખ

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: SEBIએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના IPO માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Indiaમાં અબજોપતિઓ વધ્યા: દુનિયામાં છઠ્ઠા ક્રમે

    April 24, 2026
    રાષ્ટ્રીય

    હીટવેવથી ભારતની GDPને આંચકો લાગશે: લોકોના મેડીકલ ખર્ચ વધશે

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026

    ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026

    પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી

    April 27, 2026

    Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.