Rajkot,તા.15
રાજકોટના વન-ડેમાં ન્યુઝીલેન્ડે ભારતને પરાજીત કર્યુ હતું. 285 રનનો ટાર્ગેટ 47.3 ઓવરમાં પુરો કરીને પ્રવાસી ટીમે 7 વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો. આ મેચમાં યંગ અને ડેરીલ મિચેલે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. યંગ 36મી ઓવરમાં 87 રને આઉટ થયો હતો.
પરંતુ ત્યાં સુધીમાં તો બંને ખેલાડીઓએ ન્યુઝીલેન્ડની જીત લગભગ નિશ્ર્ચિત બનાવી લીધી હતી. યંગના આઉટ થયા પછી પણ મિચેલ અને ફિલીપ્સે શાનદાર રમત આગળ ધપાવી હોવાથી જીત લગભગ ફાઇનલ થઇ ગઇ હતી. આ સંજોગોમાં 40મી ઓવર પછી દર્શકો સ્ટેડીયમમાંથી રવાના થવા લાગ્યા હતા.

