Porbandar , તા.16
પોરબંદરના વન વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરાયું છે જેમાં આજે બપોરે સુધીમાં 95 જેટલા ઘાયલ પંખીઓને સારવાર આપવામાં આવી છે તો 11 પક્ષીઓના મોત થયા હતા.
પોરબંદર વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી ‘કરૂણા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે ખાસ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં નિષ્ણાંતો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈ પણ નાગરિકને ઘાયલ પશુ-પંખી જોવા મળે, તો તેઓ નજીકના સારવાર કેન્દ્ર અથવા પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓને પહોંચાડી શકે છે.
ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે હેલ્પલાઇન નંબર 1926 પર કોલ કરવાથી નાગરિકોને તેમના નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી પણ મળી રહેશે. આ અભિયાન હેઠળ પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે 15 જાન્યુઆરી સુધીમાં 95 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી 11 પક્ષીઓના મોત થયા છે.
પોરબંદરના પક્ષી અભિયરણ્ય ખાતે સારવારમાં આવેલ પક્ષીઓમાંથી કબૂતર, મોર, બગલા અને ફ્લેમીગો સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ કબુતર ઘાયલ થયા હતા.

