Surendaranagar તા.16
ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય વિભાગ દ્વારા 8 જાન્યુઆરી, 2026ના રોજ વનરક્ષકમાંથી વનપાલ સંવર્ગમાં બઢતી મેળવનાર સ્ટાફના સન્માનમાં પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઘુડખર અભયારણ્ય કચેરી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલ, મદદનીશ વન સંરક્ષક એમ.આર. ઓડેદરા, ધ્રાંગધ્રાના આર.એફ.ઓ. કે.સી. ચૌહાણ અને આડેસરના આર.એફ.ઓ. આઇ.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન, નાયબ વન સંરક્ષક દ્વારા બઢતી મેળવનાર તમામ વનપાલોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે ભવિષ્યમાં વધુ જવાબદારી અને નિષ્ઠાપૂર્વક પ્રકૃતિ તથા વન્યજીવ સંરક્ષણ માટે સેવા આપતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
જે વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી મળી છે તેમાં જે.એમ. હેરમા, વી.પી. ગોહિલ, વી.કે. મકવાણા અને એ.એ. બિહોલાનો સમાવેશ થાય છે.આ બઢતીથી સ્ટાફનો ઉત્સાહ વધ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સકારાત્મક માહોલમાં સંપન્ન થયો હતો.

