Prabhaspatan, તા.19
શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. આપેલ QR તથા શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકસે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ આ પુજાનું લોન્ચીંગ શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પુજારીના હસ્તે અભિજીત મુહર્તમાં કરવામાં આવેલુ હતું. ત્યાર બાદ પ્રથમ પૂજા નોંધાવી પુજાનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ હતો. જેમાં ટ્રસ્ટના અધિકારીઓ તેમજ ભક્તો જોડાયા હતા. વિશેષમાં આ વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનું નક્કિ કરવામાં આવેલ છે, ત્યારે આ બિલ્વ પૂજાનો લાભ લઇ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં જોડાવાનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે.
છેલ્લા 3 વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેમાંમોટી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો છે.
અત્યાર સુધીમાં 12.65 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી છે અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કહેવાયુ છે કે
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ ।
ત્રિજન્મ પાપસંહારં એક બિલ્વંશિવા ર્પણમ્ ॥
શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોનાપાપો નાશ પામે છે.પવિત્ર મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર રૂા.25ની ન્યોછાવર રાશિ થી બીલીપત્ર પૂજનના પુણ્ય અર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ ભકતોને બિલ્વપુજાના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી લાઈવ દર્શન કરાવશે.
ત્યારે મહાશિવરાત્રિ-2026 પર શ્રી સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર રૂા.25 બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાંઅનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ અથવા સ્ક્રીન પર આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

