New Delhi, તા.27
આ વર્ષે પ્રજાસતાક દિન પર્વની પરેડ અનેક રીતે અનોખી રહી. ભારતના 77માં પ્રજાસતાક દિન પર્વે રાજધાની દિલ્હીમાં મુખ્ય સમારોહમાં કર્તવ્ય પથ પર સૈન્ય પરેડ સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રદર્શિત થઈ હતી, જેનાથી દુનિયાએ ભારતની તાકાત જોઈ હતી. સાથે સાથે દુનિયાએ આમ નિર્ભર ભારતની વધતી તાકાતને પણ નિહાળી.
પરેડમાં વિદેશી અતિથિઃ આ વખતે પ્રજાસતાક દિન પર્વે પરેડમાં બે વિદેશી મહેમાનોમાં મુખ્ય અતિથિ તરીકે યુરોપીય યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપીય પરિષદના અધ્યક્ષ એન્ટોસ ડા કોસ્ટ સામેલ રહ્યા હતા. યુરોપીય યુનિયનના સૈન્ય દળ પણ પ્રજાસતાક દિવસની પરેડમાં સામેલ થયા હતા. આ દળમાં ચાર ધ્વજવાહક સામેલ હતા.
પહેલીવાર ત્રણ સેનાની સંયુક્ત ઝાંખી નીકળીઃ આ વર્ષે સૈન્ય પરેડમાં પહેલીવાર બન્યું કે ત્રણેય સેનાની સંયુક્ત ઝાંખી રજુ કરવામાં આવી. આ ઝાંખીમાં ઓપરેશન સિંદુરની તાકાતને પ્રદર્શિત કરાઈ હતી. આ ઝાંખીની થીમ ઓપરેશન સિંદુર સંયુક્તાના માધ્યમથી વિજય સુધી રહી હતી. ખરેખર તો સેનાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત થિયેટર કમાન્ડની સ્થાપના કરવામાં આવી છે.
મેક ઈન ઈન્ડિયાની જોવા મળી ઝલકઃ કર્તવ્ય પથ પર થયેલી પરેડમાં આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળી. પરેડમાં ઘણા સ્વદેશી હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર, રૂદ્ર પ્રહાર, યુદ્ધક ટેન્ક, ભીષ્મ અર્જી, ગન સીસ્ટમ ધનુષ, અમોધ આકાશ જેવો વેપન સીસ્ટમમાં મેક ઈન ઈન્ડીયાની તાકાત દેખાડી છે.
નારી શક્તિ પર ખાસ ફોકસઃ આ વર્ષે પરેડમાં નારી શક્તિ પર ખાસ ફોકસ રહ્યું હતું અને સીઆરપીએફની ટુકડીના નેતૃત્વ મહિલા અધિકારી સિમરન બાલાએ કર્યું હતું તે પહેલી મહિલા અધિકારી બની, જેમણે 140થી વધુ પુરુષ જવાનોની ટુકડીને નેતૃત્વ કર્યું.
મુક યોદ્ધા (પશુ-પક્ષી પ્રાણી) દળોએ કરી માર્ચઃ કર્તવ્યપથની પરેડમાં પહેલીવાર એક ખાસ માર્ચીંગ ટુકડીએ ભાગ લીધો હતો. જેમાં બેકટ્રીયન ઉંટ, શ્વાન અને બાજ પક્ષી પણ પરેડમાં સામેલ થયા હતા.
પ્રજાસતાક દિન પર્વે કેન્દ્રમાં વંદેમાતરમના 100 વર્ષ પુરા થવા પર ફોકસ રહ્યું હતું. વિભિન્ન મંત્રાલયોની ઝાંખીમાં પણ આ થીમ પર ફોકસ કરાયું હતું. મંચની સજાવટ અને આમંત્રણ વગેરેમાં પણ વંદેમાતરમ થીમ પરિલક્ષિત થઈ હતી. તેજેન્દ્રકુમાર મિત્રાના પેન્ટીંગ પણ પ્રદર્શિત થયા હતા. ગણતંત્ર દિવસની પરેડમાં 10 હજાર ખાસ આમંત્રીત મહેમાનો સામેલ થયા હતા.
આ વખતની પરેડમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો. સુરક્ષા દળના જવાનો પહેલીવાર એઆઈથી સજજ સ્ગોટ ચશ્મા પહેરેલા નજરે પડયા હતા. નદીઓના નામ દર્શક ગેલેરીના રખાયા હતા. જેમકે યમુના કૃષ્ણા, નર્મદા અને પેરિયાર નામ રખાયા હતા.
60 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાતઃ પુરી દિલ્હીમાં સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. વિના વિધ્ને પ્રજાસતાક દિન પર્વ સમારોહ પુરા થયા બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. કર્તવ્ય પથથી લાલ કિલ્લા સુધી જડબેસલાક સુરક્ષાની વ્યવસ્થા રહી હતી. પુરી દિલ્હીમાં 60 હજારથી વધુ સુરક્ષાકર્મીઓની તૈનાતી રહી હતી.
જેમાં દિલ્હી પોલીસ ઉપરાંત એનએસજી કમાન્ડો, અર્ધસૈનિક દળના જવાનો તૈનાત હતા. હવાઈ ખતરાને જોતા એન્ટી ડ્રોન અને એન્ટી ક્રાફટ ગન તૈનાત હતી. કોઈપણ શંકાસ્પદ ઉડતા પદાર્થને હવામાં જ તોડી પાડવા માટે ડીઆરડીઓની ખાસ રડાર સિસ્ટમ તૈનાત હતા છતો પર સ્નાપરની તૈનાતી હતી.
કર્તવ્ય પથ પર જોવા મળી ભારતીય સિનેમાની ગાથા
ગણતંત્ર દિવસ પરેડમાં ફિલ્મકાર સંજય લીલા ભણશાલીએ માહિતી અને પ્રસારણની સાથે મળીને ભારતનીય કથાઓની યાત્રા આધારિત ભારત ગાથાઃ શ્રુતિ, કૃતિ, દ્દષ્ટિ નામની એક ખાસ ઝાંખી રજુ કરાઈ હતી. આનો ઉદેશ દમદાર કથાવાળી ઝાંખી રજૂ કરવાનો હતો જે સ્ટોરીઓથી ભારતની સભ્યની યાત્રા દર્શાવવામાં આવે. આ ઝાખીમાં બોકસ ઓફિસ અને નાઉ શોઈંગ મોટા અક્ષરોમાં લખ્યું હતું.
સાથે સાથે પારંપરિક પોશાકમાં ડાન્સ ગીતો પર ડાન્સ કરતી હતી. ઝાંખીમાં ભારતીય સિનેમાના સમૃધ્ધ વારસોને દર્શાવતી મધર ઈન્ડીયા જેવી ફેમસ ફિલ્મોને સ્ટીલ્સ ફિલ્મ હિલ દેખાડાઈ હતી. શ્રેયા ઘોષાલના અવાજમાં પરેડ માટે ખાસ ગીત બનાવાયું હતું-સૂનો સૂનો ભારત કી યહ કથા.

