New Delhi, તા.27
પ્રજાસતાક દિન પર્વની પરેડમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પૂર્વગ્રહ યુકત વ્યવહાર થયાનું બહાર આવ્યું છે. તેમને જાણી જોઈને નીચે દેખાડવાનો સરકારે પ્રયાસ કર્યાનો કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીને ત્રીજી લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા, જયારે તેમની આગળની લાઈનની બેઠકમાં સામાન્ય લોકો બેઠા હતા.
કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું-શું દેશના વિપક્ષ નેતા સાથે આવો વ્યવહાર કોઈ મર્યાદા, પરંપરા અને પ્રોટોકોમાં ખરો ઉતરે છે? આ માત્ર હિન ભાવનાથી ગ્રસ્ત સરકારની સંકુચિતતા દેખાડે છે. લોકશાહીમાં મતભેદ રહેવાના પણ રાહુલ ગાંધી સાથે કરવામાં આવતો વ્યવહાર અસ્વીકાર્ય છે.
કોંગ્રેસના નેતા અને સાંસદ મણિકમ ટાગોરે કહ્યું હતું-રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજૂન ખડગેને ત્રીજા લાઈનમાં જગ્યા આપવી તે સરકારની ખાસ કરીને વડાપ્રધાન મોદી અને અમિત શાહની સોચ દેખાડે છે.
2014 સુધી વિપક્ષ નેતા સુષમા સ્વરાજ, લાલકૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી હંમેશા ત્યાં બેસતા હતા આ સરકારની હલકી રાજનીતિ છે. પ્રજાસતાક દિન પર્વે સરકારે વિપક્ષી નેતાનું અપમાન કર્યું છે.
કોંગ્રેસ સાંસદ તારિકા અનવરે કહ્યું કે કોંગ્રેસ નેતાને પહેલી લાઈનમાં કેમ ન બેસવા દેવાયાં. ટાગોરે 2014મી લાલકૃષ્ણ અડવાણીની તસ્વીર શેર કરી કહ્યું, જુઓ, લાલકૃષ્ણ અડવાણી કયાં બેઠા છે. મોદી શાહ રાહુલનું અપમાન કરવા માગે છે.

