Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    • Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
    • Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ભારતનો બોયકોટ કરીને પોતાના જ પગ પર Pakistan ને મારી કુહાડી
    ખેલ જગત

    ભારતનો બોયકોટ કરીને પોતાના જ પગ પર Pakistan ને મારી કુહાડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.03

    T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત-પાકિસ્તાન ક્રિકેટને લઈને ફરી એકવાર મોટો સસ્પેન્સ ઉભો થયો છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવા જઈ રહી છે અને પાકિસ્તાનને તેમા ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. જોકે, આ મંજૂરી સાથે એક એવો નિર્ણય જોડાયો છે જેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પાકિસ્તાને ભારત સામેની ગ્રુપ સ્ટેજ મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે.

    પાકિસ્તાન સરકારના નિર્ણય પ્રમાણે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ગ્રુપ મેચ નહીં રમાશે. ભારતનો બોયકોટ કરીને પાકિસ્તાને પોતાના પગ પર જ  કુહાડી મારી છે. આનો અર્થ એ થયો કે ભારતને વોકઓવર દ્વારા 2 પોઈન્ટ મળી જશે. T20 જેવી નાની ટુર્નામેન્ટમાં આ બે પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આ નિર્ણય પાકિસ્તાન માટે આગળનો રસ્તો વધુ મુશ્કેલ બનાવી શકે છે.

    આ સમગ્ર વિવાદનું મૂળ સુરક્ષા અને રાજકીય સહમતિ સાથે જોડાયેલું છે. આ પહેલા બાંગ્લાદેશને લઈને થયેલા વિવાદ બાદ પાકિસ્તાને ICC પર બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો અને પછી આ નિર્ણય લીધો.

    ગયા વર્ષે થયેલા સમજોતામાં ભારત-પાકિસ્તાન વચ્ચે એ સહમતિ સધાઈ હતી કે,  ICC ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમો સુરક્ષા અને રાજકીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એકબીજાના દેશોનો પ્રવાસ નહીં અને મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર થશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઇન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલૅન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે, પાકિસ્તાન ભારત સામેની ગ્રુપ સ્ટેજ મેચ નહીં રમશે.

    ગ્રુપ સ્ટેજમાં ભારત સામે મેચ ન રમવાની અસર પાકિસ્તાનની ક્વોલિફિકેશન આશાઓ પર પણ પડશે. ગ્રુપમાંથી માત્ર ટોપ-3 ટીમો જ આગળ જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાને અમેરિકા, નેધરલેન્ડ્સ અને નામિબિયા સામેની પોતાની બધી મેચ જીતવી પડશે. માત્ર જીત જ નહીં પરંતુ નેટ રન રેટ પણ એક મહત્વપૂર્ણ પડકાર બનશે. વરસાદ અથવા કોઈપણ એક ખરાબ પ્રદર્શનના કારણે તેમનો ખેલ બગડી શકે છે.

    સૌથી મોટો સવાલ એ છે કે, જો ભારત અને પાકિસ્તાન નોકઆઉટ મેચમાં આમને-સામને નહીં આવે તો શું થશે? આ અંગે હજુ સુધી PCB અથવા ICC તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નથી આવ્યો. સેમિફાઈનલ અથવા ફાઈનલમાં ભારત-પાકિસ્તાન મેચ ICC માટે સૌથી મોટું આકર્ષણ હોય છે. આવી મેચથી કરોડોની બ્રોડકાસ્ટિંગ કમાણી જોડાયેલી હોય છે.

    જો પાકિસ્તાન નોકઆઉટમાં પણ મેચ રમવાનો ઈનકાર કરે તો આ માત્ર એક ટીમનો જ નિર્ણય નહીં રહેશે, પરંતુ ટૂર્નામેન્ટની અને ICCની વિશ્વસનીયતા પર પણ સવાલ ઊભા થશે. સ્પષ્ટ છે કે, ભારત-પાકિસ્તાન મેચની અસલી તસવીર હજુ સામે આવવાની બાકી છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ મોટું રૂપ ધારણ કરી શકે છે.

    પાકિસ્તાનની સરકારે જ્યારે એ એલાન કર્યું કે, તેની રાષ્ટ્રીય ટીમ T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ નહીં રમે ત્યારે તેણે માત્ર ગ્રુપ સ્ટેજનો ઉલ્લેખ કર્યો હતો. આવી સ્થિતિમાં એ સવાલ ઊભો થાય છે કે, જો નોકઆઉટ સ્ટેજ અથવા ફાઈનલમાં બંને ટીમો એકબીજાની સામે આવો તો પાકિસ્તાનનું વલણ શું હશે? જો પાકિસ્તાન ત્યાં પણ પોતાના આ જ વલણ પર અડગ રહે છે તો ભારતને ફાયદો થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આગામી દિવસોમાં મળવાની અપેક્ષા છે.

    એશિયા કપ કે ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચોને બ્રોડકાસ્ટર્સ અને ICC માટે આવકનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ગત વર્ષે UAEમાં એશિયા કપમાં બંને ટીમોએ એકબીજા સામે ત્રણ મેચ રમી હતી.

    boycott INDIA Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

    April 18, 2026
    ખેલ જગત

    KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની

    April 18, 2026
    ખેલ જગત

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    ખેલ જગત

    Rohit Sharmaની ઇજા ગંભીર છે?, ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધને ફિટનેસ અંગે અપડેટ આપ્યું

    April 18, 2026
    ખેલ જગત

    Jay Shahએ Ahmedabadમાં દિલ જીત્યા: VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.