Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
    • પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ
    • પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી
    • યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattFebruary 3, 2026Updated:February 3, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૬ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૬૬ સામે ૮૫૩૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૫૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૭૩૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૪૧ સામે ૨૬૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૭૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૮૧૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં ૧૮% ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થતા સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાતા એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે.

    બજેટની જોગવાઈઓના અર્થશાસ્ત્રીઓ અને કોર્પોરેટ જગત દ્વારા પોઝિટીવ અર્થઘટન અને હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની અપેક્ષાએ આજે બજારમાં લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સાથે મહારથીઓની ખરીદી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવતાં ભારત માટે પોઝિટીવ પરિબળે પણ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

    કોમોડીટી માર્કેટની વાત કરીએ તો, સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેરબજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીની કિંમતમાં જોરદાર ઘટાડા બાદ આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં ૨૧ હજાર રૂપિયાનો વધારો અને સોનાના ભાવમાં પણ એકઝાટકે ૫ હજાર રૂપિયાનો વધારો નોંધાયો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસ, રિયલ્ટી, પાવર, યુટીલીટી, કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ્સ સેક્ટરમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૩૦૪ અને વધનારની સંખ્યા ૯૮૧ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે અદાણી પોર્ટ્સ ૯.૧૨%, બજાજ ફાઈનાન્સ ૬.૬૮%, ઈન્ડીગો ૫.૫૧%, પાવર ગ્રીડ કોર્પ. ૪.૮૫%, સન ફાર્મા ૪.૫૪%, બજાજ ફિનસર્વ ૪.૨૯%, સ્ટેટ બેન્ક ૩.૪૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૪૩% અને લાર્સન લિ. ૨.૯૫% વધ્યા હતા, જ્યારે માત્ર ટેક મહિન્દ્રા ૦.૫૭% અને ભારત ઇલેક્ટ્રોનીક્સ ૦.૦૨% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧૨.૧૧ લાખ કરોડ વધીને ૪૬૭.૧૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૮ કંપનીઓ વધી અને ૨ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી સમયગાળામાં ભારતીય શેરબજારની દિશા થોડા સમય માટે અસ્થિર અને દબાણ હેઠળ રહી શકે છે. બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટ પર એસટીટીમાં વધારો થવાથી ટૂંકા ગાળામાં ટ્રેડિંગ વોલ્યુમ ઘટી શકે છે, ખાસ કરીને ડેરિવેટિવ્ઝ આધારિત અને હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કરનારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે. વૈશ્વિક સ્તરે મજબૂત ડોલર, ઊંચા બોન્ડ યીલ્ડ, અમેરિકા-યુરોપ વચ્ચેના વેપાર તણાવ અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને કારણે ઉભરતા બજારોમાંથી મૂડી બહાર જતી રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં, રૂપિયાની નબળાઈ અને ઊંચા બજાર મૂલ્યાંકન પણ ભારતીય બજાર માટે ટૂંકા ગાળાનો નકારાત્મક પરિબળ બની શકે છે, જેના કારણે સૂચકાંકોમાં કરેકશન જોવા મળી શકે છે.

    તેમ છતા, મધ્યમથી લાંબા ગાળામાં ભારતીય શેરબજારની મૂળભૂત સ્થિતિ મજબૂત રહેવાની સંભાવના છે. ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રમાં વિસ્તરણ, તેમજ સ્થાનિક રોકાણકારોની સતત એસઆઈપી પ્રવાહ બજારને આધાર આપશે. જો રૂપિયો સ્થિર રહે અને કર નીતિમાં આગલા સમયગાળામાં સ્પષ્ટતા અને સુસંગતતા જોવા મળે, તો ગુણવત્તાવાળા વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય બજાર તરફ આકર્ષાઈ શકે છે. એટલે કે ટૂંકા ગાળામાં ચઢાવ-ઉતાર રહેવા છતાં, લાંબા ગાળાના રોકાણકારો માટે સિલેક્ટિવ રીતે સારા ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાની તક ભારતીય બજાર પૂરી પાડતું રહેશે.

    Nikhil Bhatt
    Business Editor
    Investment Point

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      April 21, 2026
      વ્યાપાર

      ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

      April 20, 2026
      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      April 20, 2026
      સૌરાષ્ટ્ર

      Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

      April 20, 2026
      વ્યાપાર

      બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

      April 20, 2026
      રાષ્ટ્રીય

      આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

      April 20, 2026
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      April 21, 2026

      West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

      April 21, 2026

      પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

      April 21, 2026

      પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

      April 21, 2026

      યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

      April 21, 2026

      શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

      April 21, 2026
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      April 21, 2026

      West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

      April 21, 2026

      પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

      April 21, 2026
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.