New Delhi,તા.21
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે.
જો કે બાદમાં ભાન પડતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મેં આતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.’કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાછળથી કહ્યું કે તેઓ એ સ્પષ્ટ કરવા માંગે છે કે તેઓ ધમકાવે છે. તેમણે કહ્યું, ‘હું એ સ્પષ્ટ કરવા માંગતો હતો કે મોદી હંમેશા ધમકાવે છે. મેં તમને ક્રમ જણાવ્યો હતો – IT, ED, તમામ સંસ્થાઓ તેમના હાથમાં છે. મેં ક્યારેય એવું નથી કહ્યું કે તે એક આતંકવાદી છે. તેઓ લોકોને આતંકિત કરી રહ્યા છે.’

