Botad,તા.09
આદર્શ બી.એસસી. કોલેજ ખાતે તા. 30ના બોટાદ જિલ્લાના 1ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું. જેમાં બોટાદ જીલ્લાની આસપાસના વિસ્તારની ઘણી સાયન્સ વિભાગની શાળાના 10 કરતા વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.
જેમાં દરેક વિદ્યાર્થીઓને ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના દરેક પ્રયોગ કોલેજના પ્રોફેસર દ્વરા શીખવાડવામાં આવ્યા ત્યારબાદ દરેક વિદ્યાર્થીને પોતાની જાતે દરેક પ્રયોગો કર્યા. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થીઓને આવનારી પ્રાયોગિક પરીક્ષામાં ખુબ સારૂ પ્રદર્શન કરે તેવી આદર્શ શૈક્ષણિક સંકુલ શુભેચ્છા પાઠવે છે.

