સોશિયલ મીડિયા આધુનિક જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. એના લીધે કોઈપણ ક્ષેત્રની માહિતી મેળવવી, મિત્રો સાથે જોડાયેલા રહેવું અને મનોરંજન મેળવવું ખૂબ સરળ બન્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. આ બાબતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક મહત્ત્વપૂર્ણ કોર્ટ કેસ શરૂ થયો છે, જેમાં વિશ્વની મોટી સોશિયલ મીડિયા કંપનીઓ ‘મેટા’ અને ‘ગૂગલ’ પર ગંભીર આરોપ લગાવાયા છે કે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ જેવી એપ્લિકેશનો એવી રીતે ડિઝાઈન કરાઈ છે, જેનો બાળકો લાંબા સમય સુધી ઉપયોગ કરતા રહે અને પછી એના વ્યસનમાં ફસાઈ જાય. ચાલો, જાણીએ કે આ ઐતિહાસિક કેસની વિગતો શું છે.આ કેસમાં 20 વર્ષની યુવતી મુખ્ય અરજદાર છે. એની ઓળખ છુપાયેલી રહે એ માટે કોર્ટમાં એને કેલી જીએમ તરીકે ઓળખાવાઈ છે. કેલીનો આરોપ છે કે બાળપણમાં સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ કરવાને લીધે તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. સતત એપ્સનો ઉપયોગ કરવાથી તે ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓનો ભોગ બની છે. એને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. કેલીના વકીલનો દાવો છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ એ રીતે ડિઝાઇન કર્યા છે કે યુઝર્સ વધુમાં વધુ સમય ત્યાં જ વિતાવે. આ માટે એલ્ગોરિધમ, સતત નોટિફિકેશન્સ, સ્ક્રોલિંગ અને પર્સનલાઈઝ્ડ સજેશન્સ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વકીલે દલીલ કરી કે આ રીતો મુખ્યત્વે બાળકોને અને કિશોરોને ટાર્ગેટ કરીને બનાવાઈ છે, જેથી તેઓ સરળતાથી એપ્સના આકર્ષણમાં ફસાઈ જાય. લોસ એન્જલસમાં ચાલી રહેલા કેસમાં વકીલે દલીલ કરી હતી કે, ‘કંપનીઓ ફક્ત એપ્લિકેશનો નથી બનાવતી, તેઓ ફંદો બનાવે છે.(They don’t only build apps; they build traps) એવો ફંદો જેમાં બાળકો અને કિશોરો ફસાઈ જાય. કંપનીઓ ફરારી કારના રમકડા અને સ્લોટ મશીનના નાના મોડેલ જેવા પ્રોપ્સનો ઉપયોગ કરીને બાળકો અને કિશોરોને એપ્સ તરફ આકર્ષે છે અને પછી એમને એપ્સનું વળગણ લગાડે છે. મારી અરજદાર કેલી છ વર્ષની ઉંમરની હતી ત્યારથી યુ-ટ્યુબ જોતી થઈ ગઈ હતી. ખરેખર તો યુ-ટ્યુબે કેલીની માતાને ચેતવણી આપવી જોઈતી હતી કે બાળકો માટે યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ જોખમભર્યો છે. પણ, કંપનીએ એમ કર્યું નહોતું.’ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક કંપની ‘મેટા’ અને યુટ્યુબની માલિક કંપની ‘ગૂગલ’એ તમામ આરોપોને નકાર્યા છે. કંપનીઓના વકીલોનું કહેવું છે કે કેસમાં સામેલ યુવતીના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો માત્ર સોશિયલ મીડિયાના કારણે નહોતા; એના માટે પારિવારિક સમસ્યાઓ અને સ્કૂલ-કોલેજમાં થયેલા ‘બુલિઇંગ’ જેવી અન્ય સામાજિક સ્થિતિઓ પણ જવાબદાર હોઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સની સુરક્ષા માટે અનેક સેફ્ટી ફીચર્સ પહેલેથી જ અમલી છે. સોશિયલ મીડિયા કંપનીઓ અમેરિકાના કોમ્યુનિકેશન્સ ડિસેન્સી એક્ટની કલમ 230 હેઠળ કાનૂની સુરક્ષા હોવાનો દાવો કરે છે. આ કાયદા મુજબ, પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ માટે કંપનીઓ સીધી જવાબદાર નથી. જો કે કેલીના વકીલનું કહેવું છે કે આ કેસ કન્ટેન્ટનો નહીં, પરંતુ પ્લેટફોર્મની ડિઝાઇન અને અલગોરિધમ અંગે છે, એટલે આ કાનૂની સુરક્ષા અહીં લાગુ ન થવી જોઈએ.
Trending
- MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
- Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
- 19 એપ્રિલનું પંચાંગ
- 19 એપ્રિલનું રાશિફળ
- મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
- Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
- ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
- Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

