Mathura, તા.18
દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા ફરી એકવાર સંત પ્રેમાનંદની શરણમાં પહોંચ્યા હતા. મંગળવારે સવારે વૃંદાવન સ્થિત કેલિ કુંજ આશ્રમમાં પ્રવચન સાંભળવા પહોંચેલા બન્નેના ગળામાં ગુરુ દીક્ષાનું પ્રતિક તુલસીની માળા નજરે પડી હતી.
પ્રવચન દરમ્યાન બન્ને સેલિબ્રિટી પૂરી રીતે ભક્તિભાવમાં નજરે પડી હતી. દર વખતની જેમ આ વખતે પણ તેઓ એકાંષ્કિ વાર્તાલાપમાં ન જઇને સામુહિક સંગતમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન સંત પ્રેમાનંદ મહારાજે ભક્તોને દીક્ષા અને પૂર્ણ શરણાગતિમાં અંતર બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દીક્ષા પૂર્ણ શરણાગતિની પહેલી સીડી છે. લૌકિક જગતમાં શરીરની ચેષ્ટાઓ, ઇચ્છાઓ, આપણા મનના સુખની પ્રાપ્તિ માટે થાય છે, જ્યારે શરણાગતિમાં આ ચેષ્ટાઓ ઇષ્ટની પ્રાપ્તિ માટે થાય છે.
તેમણે જણાવ્યું હતું કે શરણાગતિમાં જ્યારે પ્રિયા-પ્રિયતમ અને પ્રભુ હોવાનો અહમ આવવાનો મતલબ તે ઇષ્ટ પ્રત્યે પુરી રીતે સમર્પિત થઇ જાય છે. ત્યારે જેવી રીતે અર્જુનનો રથ ખુદ ભગવાન શ્રી કૃષ્ણ સંભાળી લે છે, આવી જ રીતે શરણાગતના હૃદયમાં બેસીને ભગવાન પ્રાપ્તિ માટે થાય છે, જ્યારે શરણાગતિમાં આ ચેષ્ટાઓ ઇષ્ટની પ્રાપ્તિ માટે થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, શરણાગતમાં જ્યારે પ્રિયા-પ્રિયતમ અને પ્રભુ હોવાનો અહમ આવવાનો મતલબ તે ઇષ્ટ પ્રત્યે પૂરી રીતે અર્જુનનો રથ ખુદ ભગવાન શ્રી કૃષ્ણ સંભાળી લે છે, આવી જ રીતે શરણાગતના હૃદયમાં બેસીને ભગવાન ખુદ તેની જીવન યાત્રા સંભાળે છે અને તે ભગવાનને પ્રાપ્ત કરી લે છે. એટલે સૌથી મોટી ભગવત પ્રાપ્તિનો ઉપાય શરણાગતિ છે.
બન્ને સેલિબ્રિટી સોમવારે રાત્રે જ વૃંદાવન પહોંચ્યા હતા અને સવારે સંત પ્રેમાનંદની સંગતમાં પહોંચ્યા હતા. અહીં તેઓ એક કલાક રહ્યા હતાં.

