Varanasi તા.19
આઈ હંમેશા સાચા જવાબ આપે એવું નથી, કયારેક તે ગેરમાર્ગે પણ દોરે છે, એથી ઉલટુ કેટલાક લોકો એઆઈને વાહિયાત સવાલ પણ પૂછતા હોય છે, જેનો જવાબ આપવામાં એઆઈ પણ ગોટે ચડતુ હોય છે!
તાજેતરમાં એક એવો બનાવ આવ્યો છે જેમાં વારાણસીના એક સામાજિક કાર્યકર્તાએ મેટા એઆઈને પ્રશ્ન પૂછયો હતો કે શિવજીના વિવાહ કયા મહિનામાં થયા હતા. જેનો જવાબ મેટાએ ખોટો આપ્યો હોવાનો આરોપ મૂકીને મેટા એઆઈના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર સામે એફઆઈઆર નોંધાવવાની માંગ કરી છે.
આ મામલે તેમણે પોલીસ કમિશ્નર કચેરીએ સારનાથ પોલીસને અરજી સોંપી છે અરજીમાં આરોપ લગાવાયો છે કે અમેરિકી સોશિયલ નેટ વર્કિંગ સાઈટ મેટા એઆઈ સનાતન ધર્મ અને સંસ્કૃતિની ખોટી જાણકારી આપે છે.
પોલીસના જણાવ્યા મુજબ મેટા એઆઈને વોટસ એપથી શિવજીના વિવાહ કયા મહિનામાં થયા હતા તેનો જવાબ મેટા એઆઈએ ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રીજની તિથિએ મહા શિવરાત્રીએ થયા હતા.
અરજદારે આરોપ લગાવ્યો હતો કે શિવજીના વિવાહ ફાગણ મહિનામાં નહોતા થયા, બલકે મહાશિવરાત્રીએ થયા હતા, જે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચોથ તિથિએ ઉજવાય છે.
બીજી બાજુ મેટા એઆઈએ પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માગી છે અને પોતાની માહિતી બહેતર બનાવવાની કોશિષ કરશે તેવું પણ કહ્યું હતું. અરજદારે વડાપ્રધાનને માંગ કરી છે કે મેટા એઆઈને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે.

