Prabhaspatan,તા.20
મહાશિવરાત્રી મીની કુંભ મેળા – 2026 મા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી મુસાફરો ની સગવડતા માં વધારો કરી એક ખૂબ સરસ કામગીરી કરી આપણા ડેપો ને આપવા માં આવેલ લક્ષ્યાંક કરતાં પણ વધારે આવક રૂપિયા 33,76,574 ( તેત્રીસ લાખ છોતેર હજાર પાંચસો ને ચુમોતેર ) મેળવી આપણા વિભાગ માં એક આગવું સ્થાન પ્રાપ્ત કરેલ.
આ તમામ શ્રેય પેહલા તો આપણા ડ્રાઇવર ક્ધડક્ટર ને જાય કે જેમણે રાત દિવસ સતત મહેનત કરી મુસાફર ની સેવા પણ કરેલ છે સાથે સાથે એક સારી આવક મેળવી આપણા ડેપો ની આવક વધારેલ સાથે સાથે આપણા ડેપો ના ટ્રાફિક સુપર વાઇઝરો, મિકેનીક સુપર વાઇઝરો, ટ્રાફિક સ્ટાફ , મેકેનિક સ્ટાફ અને વહીવટી સ્ટાફ દ્વારા પણ સતત આયોજન પૂર્વક કામગીરી કરેલ તેમજ માન્ય ત્રણેય સંગઠન ના હોદેદારો અને આગેવાનો દ્વારા પણ ખૂબ સાથ સહકાર થી બધા કર્મચારી ઓ ને પણ સતત પ્રોત્સાહિત કરી વહીવટી પ્રક્રિયા માં સતત સહકાર આપેલ.
સાથે સાથે આપણા ડેપો ની 6 ગાડી કે જે સતત સંચાલન કરી મહતમ ફાળો આપેલ તે બધા ને પણ દિલ થી ધન્યવાદ સાથે સાથે ભાવનગર વિભાગ ના ડ્રાઇવર ક્ધડક્ટર એ પણ ખૂબ સારી કામગીરી કરેલ. આ ખૂબ સુંદર કામગીરી ને હું દિલ થી અભિનંદન પાઠવું છું. અને આવી જ રીતે એક ટીમ વર્ક થી બધા સાથે મળી ભવિષ્ય માં પણ કામગીરી કરી આપણા ડેપો ને એક ઊંચાઈ એ પોચાડવા અપીલ કરું છું.

