Ahmedabad, તા.20
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન ઉપયોગિતા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) અને ફ્રાન્સની અગ્રણી બંદર અને ભૂમધ્ય સમુદ્રના મુખ્ય પ્રવેશદ્વાર એવા માર્સેલી ફોસ પોર્ટે વ્યાપારી સુવિધા, બંદરના નવીનીકરણ અને ઊર્જા સંક્રમણ સંબંધી સહયોગને વધુ દ્ઢ બનાવવાના હેતુ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના દરિયાઇ જોડાણને વધુ સંગીન બનાવવા થયેલી આ ભાગીદારીમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) રૂટ ઉપરના મુખ્ય બંદરો વચ્ચે IMEC પોર્ટ્સ ક્લબ બનાવવાની દરખાસ્ત છે. ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે વેપારી કામકાજ માટે IMEC માર્ગને સંપ્પન કરતા આ વ્યુહને ભારત અને EU વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA)નું પ્રોત્સાહન સાંપડ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનીઆ ભાગીદારીને ‘બધા સોદાઓની માતા’ તરીકે ઓળખાવી છે.
. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુલાકાત દરમિયાન થયેલા આ એમઓયુનો ઝુકાવ ભારત ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ તરફી રહેવા સાથે તેને વિશાળ IMEC અને ભારત-યુરોપિયન વચ્ચેનાવેપારી દ્રષ્ટિકોણ સાથે સંરેખિત કરે છે. નવી દિલ્હીમાં ૨૦૨૩ G20 શિખરમાં આરંભાયેલ ભારત અને યુરોપને સંકલિત દરિયાઈ માર્ગો, રેલ નેટવર્ક, ડિજિટલ સિસ્ટમ્સ અને સ્વચ્છ ઉર્જા માર્ગો દ્વારા જોડતા ૬,000 કિમીના ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) એ બહુલક્ષી જોડાણની દીશામાં એક પહેલ છે.
IMEC ના પૂર્વીય પ્રવેશદ્વાર પર આવેલા અદાણીના મુન્દ્રા અને હજીરા બંદરો દક્ષિણ એશિયાને પશ્ચિમ એશિયા સાથે જોડતો બહુહેતુક લોજિસ્ટિક્સ હબ બનાવે છે. આ સમજૂતિ દ્વારા માર્સેલી ફોસ કોરિડોરના પશ્ચિમ યુરોપીય પ્રવેશદ્વારને શક્તિશાળી બનાવી આશરે ૭0 મિલિયન ટન જેટલી ક્ષમતાના સંભવત ઉમેરા સાથે યુરોપમાં IMEC ની પહોંચને વધુ ગહન બનાવી વિસ્તારે છે.
યુરોપના સૌથી મોટા સંકલિત મલ્ટી મોડલ પોર્ટ ઇકોસિસ્ટમમાંના એક માર્સેલી ફોસ સાથેનો આ સહયોગ ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર પ્રવાહને સરળ બનાવવા માટે વધુ સંરચિત અને સંકલિત માર્ગનું નિર્માણ કરે છે..
માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: મિતુલ ઠક્કર I [email protected]

