Keshod તા. 25
કેશોદમાં રોટરી કલબ દ્વારા ધમાલ ગલી કાર્યકમ યોજાયો હતો. આ કાયેકમમાં બાળકોને અલગ-અલગ ગેમ્સમાં ભાગ લઈને આનંદિત થયા અને ઉત્સાહભેર આ કાર્યકમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં હાજરી આપનારા બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું આ સમગ્ર કાર્યક્રમથી બાળકોમાં આનંદ, પ્રેરણા તથા આત્મવિશ્ર્વાસનો નોંધપાત્ર વધારો થયો હતો કાર્યક્રમની સફળતા માટે તમામ ઉપસ્થિત મહેમાનો, સહયોગીદારો અને સ્વયંસેવકોનો રોટરી ક્લબ ઓફ કેશોદ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા આગામી તારીખ 1/3/2026ના રોજ સાયકલોથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાયકલોથોનમાં તમામ શાળાના વિદ્યાર્થીઓએ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લઈને સ્વસ્થ જીવનશૈલી, રમતગમત અને સામૂહિક એકતાનો લાભ લેવા જણાવાયું છે.

