Keshodતા.25
તાજેતરમાં કેશોદના બગીચામાં મુકાયેલ હનુમાનજી દાદાની મૂર્તિના સિંહાસનની લાદી પડી જતાં સોશ્યલ મીડિયામાં આ બાબતે અનેક પોસ્ટ વાઇરલ થઈ હતી અને સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું.
કેશોદના આંબાવાડીમાં આવેલ બગીચામાં તાજેતરમાં હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરાયું હતું ત્યારે આ મૂર્તીના સિંહાસનની લાદીઓ ઉખડી અને પડી જતાં આ મુદ્દે સોશ્યલ મીડિયામાં રાજકારણને લઈને અનેક વિવાદી પોસ્ટ મુકાઈ હતી જે બાબતે નગરપાલિકા પ્રમુખ દ્વારા મીડીયાને બોલાવી વાસ્તવમાં શું બન્યું હતું તે બાબતની જાણકારી આપવામાં આવી હતી.

