Bhuj, તા.6
કચ્છ-ભુજમાં સમયાંતરે ભુકંપના આચંકા નોંધાઇ રહયા છે જેમાં કચ્છના દુધિયામાં ધરતી ધ્રુજતા લોકોમાં ગભરાહટ ફેલાયો હતો. 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
મળતી વિગત મુજબ કચ્છના દુધીયા ગામે ધરા ધ્રુજતા ગ્રામજનો ભયભીત થયા હતા. 3.3 તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભુકંપનું કેન્દ્ર બિંદુ દુધિયાથી 23 કિ.મી. દૂર નોંધાયું હતું. જો કે કોઇ નુકશાન કે જાનહાની થવા પામી નથી.

