Ahmedabad, તા.9
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપના ફાઇનલમાં ભારતની ઐતિહાસિક જીત બાદ આઇસીસી ચેરમેન જય શાહ, હેડ કોચ ગૌતમ ગંભીર તથા કપ્તાન સૂર્યકુમાર યાદવ અમદાવાદના હનુમાન મંદિરે પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.
ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું અને વર્લ્ડ ટી-20 ચેમ્પિયન બનવા સાથે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ફાઇનલ મેચ નિહાળવા માટે આઇસીસી અધ્યક્ષ જય શાહ પણ મૌજુદ હતા.
ભારતની જીત બાદ ભારતીય ખેલાડીઓએ મેદાન પર જીતનો જશ્ન મનાવ્યો હતો. ટ્રોફી હાથમાં આવ્યા બાદ ઉજવણી કરીને જય શાહ, ગૌતમ ગંભીર તથા સૂર્યકુમાર યાદવ હનુમાન મંદિરે પહોંચ્યા હતા અને પ્રાર્થના કરી હતી. આ પૂર્વે મુંબઇના મેચ વખતે પણ ભારતીય ખેલાડીઓ પૂજા-પ્રાર્થના માટે મંદિરે ગયા હતા તે ઉલ્લેખનીય છે.

