Porbandar તા.9
પોરબંદરના બરડા પંથકમાં જુગારીઓની હોળીની ઉજવણી હજુ પણ યથાવત છે ત્યારે લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી અને પાલખડા ગામેથી જુગારની મોજ માણી રહેલા છ શખ્સોને ઝડપી લીધા હતા. પાલખડા ગામે ગૌશાળા નજીક જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો.
જે અંગે બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાંચ ના પી આઈ કાંબરીયા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમી રહેલા નાથા અરજણ શીંગરખીયા, જયેશનાથ સુખનાથ ગૌસ્વામી, કરશન રાણા શીંગરખીયા, માલદે વિરમ પાંડાવદરા, ગોવિંદ મેઘા સાદીયા અને રાજશી રામા કરગઠીયા સહિતના શખ્સો ને ઝડપી લીધા હતા તેમજ સ્થળ પરથી રૂપિયા 41 હજાર ની રોક સહિતનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ રાણાવાવ પંથકના રાણા ખીરસરા ગામે થી જુગાર ઝડપાયો છે.
જેમાં પોલીસે રામાપીર ના મંદિર નજીકથી જુગાર રમી રહેલા નલીન સીદી તેતરપરા, કાના સામત મોઢવાડિયા અને રેનીશ ઉગા તેતરપરા નામના શખ્સો ને ઝડપી લઇ રૂપિયા 12 હજાર ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

