Rajula તા.10
આજરોજ ચાલુ ટર્મની છેલ્લી સામાન્ય સભા રાજુલા તાલુકા પંચાયત ખાતે યોજાઈ હતી. તાલુકા પંચાયતનો કાર્યકાળ તા. 15 માર્ચે પૂર્ણ થવાનો હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા ન્યાય સમિતિ ચેરમેનનું સુંદર કામગીરી બદલ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ આગેવાનો દ્વારા ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું.
આ બેઠકમાં તાલુકાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રૂ. 139 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી..
તાલુકાના વિકાસ માટે લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને રાજુલાના લોકપ્રિય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા આવકારવામાં આવ્યો તેમજ તમામ આગેવાન ઓ, ટી.ડી.ઓ., તાલુકા પંચાયતના તમામ સ્ટાફ અને સાથી સદસ્યઓનો પ્રમુખ પ્રતિનિધિ ધીરજભાઈ પુરોહિત અને સદસ્ય પ્રતિનિધિ કનુભાઈ ધાખાડા એ અભિનંદન સાથે આભાર માન્યો હતો

