Prabhaspatan, તા.4
સોમનાથ ખાતે કોરીડોરના નિર્માણની કામગીરી તેજ થયેલ છે ધણાં સમય સુધી વાદવીવાદો અને આંદોલન પછી સંપાદનની કામગીરી શરૂ થયેલ છે અને અત્યાર સુધીમાં 200 થી 250 સુધીની મિલકતો સંપાદન થયેલ છે જે સંપાદન થયેલ મીલકતોનુ ડિમોલેશનની કામગીરી સવારના 10 કલાકના અરસામાં શરૂ થયેલ છે
આ ડિમોલેશનની કામગીરી હોટલ શિવ સદનની પાછળ પઠાણવાડા વિસ્તારમાં કરવામાં આવેલ છે .
જેમાં ડે કલેકટર, 4 મામલતદાર અને અન્ય સ્ટાફ સાથે 1 એસ પી,2 ડી વાય એસ પી,4 પી આઈ, 5 પી એસ આઈ અને 120 પોલીસ સ્ટાફ સાથે કામગીરી શરૂ થયેલ છે આ કામગીરી ડીમોલેશન ચાર ટીમો બનાવી કામગીરી થય રહેલ છે
આ બાબતે ડે કલેકટર દ્વારા જણાવવામાં આવેલ કે ડિમોલેશનની કામગીરી ધમી ગતીએ શરૂ છે જે જગ્યાએ ડિમોલેશ થય રહેલ છે તે જગ્યા ખુંખજ સાંકડી જગ્યા હોવાથી અમુક જગ્યાએ જે સી બી મશીનો જય શકતા નથી જેથી મજુરો દ્વારા તોડવામા આવી રહેલ છે અને જે મકાનો સંપાદિત થયેલ છે છતાં તેમા લોકો રહેતા હોય તેવો માલસામાન ફેરવવા માટે બે ત્રણ દિવસ નો સમય માગે તો તેને આપવામાં આવે છે જેથી ડિમોલેશ ની કામગીરી ધીમી ગતિએ ચાલી રહેલ છે અને આ કામગીરી લાબા સમય સુધી ચાલતી રહેશે અત્યારે ચાર ટીમો ચાર જે સી બી અને ટ્રેકટરો દ્વારા ડિમોલેશ ની કામગીરી કરી રહેલ છે
આ બાબતે જે મકાનો સંપાદિત થવાના બાકી છે તેઓના જવાબદાર લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમો પણ અમારા મકાનો સોંપી દેવાના છે જેથી કોરીડોરની કામગીરીની ગતી આવશે

