Kolkata,તા.4
પશ્ચિમ બંગાળમાં હાલ મત ગણતરી ચાલી રહી છે ત્યારે ચૂંટણી પંચે જીતના ઉત્સવમાં રેલીઓ અને જુલુસો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે જેથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે બીજી બાજુ મત ગણતરી કેન્દ્રો સુધી પાર્ટી એજન્ટોના ન પહોંચી શકયાની ફરીયાદોની તપાસ થઈ રહી છે.
આજે પશ્ચિમ બંગાળમાં મત ગણતરી દરમિયાન ચૂંટણી પંચે સખ્ત નિર્દેશ કર્યો છે કે રાજયમાં કયાંય પણ જીતનો ઉત્સવ ઉજવવા કે રેલી જુલુસની મંજૂરી નહી આપવામાં આવે.
ચૂંટણીપંચના વિશેષ સુપરવાઈઝર સુબ્રત ગુપ્તાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું છે કે આજ પરિણામ જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવારને જીતની રેલી કે જુલુસ કાઢવાની મંજૂરી નહીં આપવામાં આવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ પગલુ કોઈપણ સંભવિત તનાવને રોકવા માટે લેવામા આવ્યું છે.
દરમિયાન વિભિન્ન રાજનીતિક દળોના એજન્ટોના મત ગણતરી કેન્દ્રો સુધી સમયસર ન પહોંચી શકવાની ફરીયાદો પર કહ્યું હતું કે પંચ આ ફરીયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે આ મુદાની તપાસ કરી જલદી ઉકેલવામાં આવશે.

