New Delhi,તા.04
પ.બંગાળમાં ભાજપનો પ્રચંડ વિજય થશે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના નંબર-ટુ નેતા અને ગૃહમંત્રી અમીત શાહે આગાહી કરી હતી. અમીત શાહે તો ભાજપ 200 બેઠક જીતશે તેવો પણ દાવો કર્યો તે સાચો પડયો હતો.
મોદીએ પ.બંગાળમાં આખરી ચુંટણી સભાને સંબોધન કરતા એ પણ જણાવ્યું કે હવે હું ભાજપ સરકારની શપથવિધિમાં આવીશ.
મોદી હવે આજે સાંજે 6.30 કલાકે દિલ્હીમાં ભાજપ વડામથકે વિજય ઉત્સવમાં ભાગ લેશે જેની તમામ તૈયારીઓ શરુ થઈ છે અને અમીત શાહ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન પણ હાજર રહેશે

