Mumbai,તા.12
અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ફાઈનલમાં ભારતની ભવ્ય જીત બાદ મેદાન પર ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજના કથિત અપમાનને લઈને હાર્દિક સામે પૂણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂણેના વકીલ વાજિદ ખાને આ અંગે અરજી આપીને FIR નોંધવાની માંગ કરી છે.
PTIના રિપોર્ટ મુજબ, વકીલ વાજિદ ખાને આરોપ લગાવ્યો છે કે જીત બાદ મેદાન પર ઉજવણી કરતી વખતે હાર્દિક પંડ્યાએ તિરંગાને પોતાના શરીર પર લપેટી લીધો હતો અને તેની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ કૃત્ય રાષ્ટ્રધ્વજની ગરિમાની વિરુદ્ધ છે અને દરેક નાગરિકની ફરજ છે કે તે તિરંગાનું સન્માન જાળવે. પૂણે પોલીસે પુષ્ટિ કરી છે કે તેમને આ અંગેની અરજી મળી છે, જોકે હાલ તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો જાહેર કરી નથી.બીજી તરફ, હાર્દિક પંડ્યા માટે આ ટુર્નામેન્ટ વ્યક્તિગત રીતે ખૂબ જ સફળ રહી છે. તેણે બે ફિફ્ટી ફટકારવાની સાથે કુલ 9 વિકેટ પણ ઝડપી છે, જેના કારણે તેને 2026 T20 વર્લ્ડ કપની ICC ટીમમાં પણ સ્થાન મળ્યું છે. હાર્દિકે જીત બાદ ભાવુક થઈને કહ્યું હતું કે, ‘સતત બીજો વર્લ્ડ કપ જીતવો એ મારા માટે એક વચન પૂરું કરવા જેવું છે.’ અત્યારે એક તરફ મારી રમતની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ આ કાયદાકીય ફરિયાદને કારણે વિવાદ પણ વકર્યો છે.

