America,તા.13
ઈરાન સામેના અમેરિકી-ઈઝરાયેલ ઓપરેશનમાં વિશ્વભરમાં સર્જાયેલી ઈંધણ કટોકટી વચ્ચે જો તમારા ક્રુડતેલ મથકો પર હુમલો કરાશે તો અમો પુરા ગલ્ફના ક્રુડતેલ મથકો તથા રીફાઈનરીનો ખાત્મો બોલાવશું તેવી ઈરાનની ધમકી બાદ હવે તેલબજાર વધુ હચમચી ગયું છે.
તે વચ્ચે અમેરિકાએ હવે એક નિર્ણયમાં રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા સાથેના પ્રતિબંધો સસ્પેન્ડ કરીને તમામ દેશો રશિયન ક્રુડતેલ ખરીદી શકશે તેવી છુટ જાહેર કરી છે. ઈરાન સામેના આ આક્રમણ અનિર્ણાયક સ્થિતિ માટે છે.
ખાસ કરીને ઈરાનની લાઈફ લાઈન જેવા ક્રુડતેલ મથકોને નિશાન બનાવીને ઈરાનને મોટો ફટકો મારે તેવી શકયતા દર્શાવાતા જ ઈરાન ભડકયુ હતું અને જાહેર કર્યુ કે જો અમારા ક્રુડતેલ મથકો, રીફાઈનરી સહિતના મથકો પર હુમલો થશે તો અમો પુરા ક્ષેત્રના (ગલ્ફના) તેલ ક્ષેત્રોને સળગાવી દેશું. ઈરાને એ પણ જાહેર કર્યુ છે કે યુદ્ધ જો લાંબુ ચાલશે તો ક્રુડતેલ 200 ડોલર સુધી પહોંચી શકે છે.
હવે આ વિસ્ફોટક સ્થિતિમાં ક્રુડતેલ માર્કેટને નવી આગ લાગે તેવી શકયતાને ધ્યાનમાં રાખી અમેરિકાએ વિશ્વના તમામ દેશોને રશિયન ક્રુડતેલ ખરીદવા કામચલાવ મંજુરી આપીને ક્રુડતેલને વધુ મોંઘુ થતા બચાવવા કોશીશ કરી છે.
અમેરિકી નાણા મંત્રાલયે એક એક નોટીસમાં જાહેર કર્યુ કે 12 માર્ચ સવારે 12.01 કલાક કે તેના પહેલા ઓઈલ ટેન્કરમાં ભરાયેલા ક્રુડતેલ સંબંધીમાં મંજુરી છે અને તે 11 એપ્રિલ સુધી અમલી રહેશે. ઈરાન પરનું આક્રમણ શરૂ થયું તે પુર્વે અને તા.12 માર્ચ સુધીમાં રશિયાના ઓઈલ ટેન્કરો જે દરિયામાં છે તે આ યુદ્ધના કારણે અટવાયેલા છે.
તેથી હવે આ ઓઈલ ટેન્કરોનું ક્રુડ કોઈપણ દેશ ખરીદી શકશે. અમેરિકી વિદેશમંત્રી સ્કોટ બેસેટે જણાવ્યું કે ક્રુડતેલ માર્કેટમાં સ્થિરતા બનાવવા પ્રમુખ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે. જેનાથી રશિયાને કોઈ મોટો આર્થિક લાભ થશે નહી. કારણ કે રશિયાને ઉર્જાથી થતી મોટા ભાગની કમાણી તેના ઉત્પાદન સમયે લાગતા ટેકસથી મળે છે. બીજી તરફ અમેરિકાએ ક્રુડતેલનું ઉત્પાદન રેકર્ડ સ્તરે પહોંચી છે.

