Morbi, તા.18
મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતો યુવાન ગુમ થઈ જતાં પોલીસ શોધી રહી હતી તેવામાં મોરબીની મચ્છુ નદીમાંથી યુવાનનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા.
નવા સાદુળકા ગામે રહેતો ચતુરભાઈ કેશુભાઈ પરમાર (20) નામનો યુવાન ઘરે કોઈને કશું કહ્યા વગર ગત તા. 15/4 ના રોજ બપોરે ઘરેથી નીકળી ગયો હતો અને તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી કરીને યુવાન ગુમ થયો હોવા અંગેની તેના મોટાભાઈ રમેશભાઈ કેશુભાઈ પરમાર (40)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પરિવારજનો અને પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનને શોધવા માટેની તજવીજ કરી રહ્યા હતા.
તેવામાં મોરબી નજીકના મચ્છુ-3 ડેમ પાસે મચ્છુ નદીમાથી કોહવાઈ ગયેલ હાલતમાં ચતુરભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રાપર રોડ પ્રાથમિક શાળા પાસે રહેતા મુલસોહ રાવત નામના વ્યક્તિને પીજીવીસીએલ જેતપર સબ ડિવિઝનમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા ઉપરથી નીચે પડતાં તેને ઇજાઓ થઈ હતી જેથી તે વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા.

