New Delhi, તા.13
IPL ફ્રેન્ચાઇઝ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન વિવાદમાં ફસાઈ ગઈ છે અને IPLમાં સનરાઇઝર્સનો બહિષ્કાર કરવાની માંગ સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે.
યુઝર્સ સોશિયલ મીડિયા પર કાવ્યા મારનની ટીકા કરી રહ્યા છે અને IPL ની આગામી સીઝનમાં તેની ટીમને ટેકો ન આપવાની અપીલ કરી રહ્યા છે. IPL 2026 સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલાં જ સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.
સોશિયલ મીડિયા પર, યુઝર્સ ‘ધ હંડ્રેડ’ ટુર્નામેન્ટ માટે સનરાઇઝર્સ લીડ્સ ટીમમાં પાકિસ્તાની ખેલાડી અબરાર અહેમદના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. આ વિવાદ ગુરુવારે લંડનમાં યોજાયેલી ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજીને કારણે થયો છે.
આ લીગમાં, સનરાઇઝર્સ લીડ્સ ફ્રેન્ચાઇઝ સન ગ્રુપની માલિકીની છે. ફ્રેન્ચાઇઝીના સીઈઓ કાવ્યા મારન છે, જે પોતે હરાજીમાં હાજર હતા. ભારતીય માલિકીની સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાનના અબરાર અહેમદ પર બોલી લગાવી અને તેને રૂ.2.34 કરોડમાં ખરીદ્યો.
સનરાઇઝર્સ લીડ્સે અબરાર અહેમદ માટે બોલી લગાવી ત્યારે કાવ્યા ટીમના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરી સાથે લંડનમાં હાજર હતી. સનરાઇઝર્સ લીડ્સનું નેતૃત્વ હેરી બ્રુક કરે છે. વર્ષો બાદ પહેલી વાર બન્યું છે.
જ્યારે કોઈ IPL ફ્રેન્ચાઇઝીએ પાકિસ્તાની ક્રિકેટરને ખરીદ્યો હોય. ધ હંડ્રેડમાં આઠ ફ્રેન્ચાઇઝીમાંથી ચાર હવે ભારતીયોની માલિકીની છે. આ ફ્રેન્ચાઇઝીમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, MI લંડન, સધર્ન બ્રેવ અને સનરાઇઝર્સ લીડ્સનો સમાવેશ થાય છે.
સનરાઇઝર્સ લીડ્સે અબરાર અહેમદને સાઇન કરવાનો નિર્ણય ભારતીય ફેન્સને પસંદ ન આવ્યો. “શેમઓનએચઆરએચ” અને “બોયકોટસનરાઇઝર્સ” જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી

