Mumbai,તા.18
પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ડ્રેસિંગ રૂમમાં એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ક્યારે ટીમમાં જોડાશે તે હજુ સ્પષ્ટ નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે SRH મેનેજમેન્ટે આ મુદ્દે આંતરિક ચર્ચા કરી છે અને કિશનને સૌથી મજબૂત વિકલ્પ માનવામાં આવ્યો છે. જો કમિન્સ શરૂઆતની મેચો ચૂકી જાય છે, તો કિશન ટીમની કેપ્ટનશીપ સંભાળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, આ સિઝનમાં અભિષેક શર્માને વાઈશ-કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી શકે છે.
27 વર્ષીય કિશન હાલમાં પોતાના કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ 2026માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયા માટે હીરો તરીકે ઉભરી આવ્યો હતો. ટોપ ઓર્ડરથી લઈને નંબર 3 સુધી, તેણે દરેક ભૂમિકામાં પોતાને સાબિત કર્યો, ખાસ કરીને જ્યારે સંજુ સેમસનની વાપસી પછી બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થયો.
– IPLમાં કિશનનો રેકોર્ડ તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.
– 119 મેચોમાં 2998 રન, એવરેજ: 29.10, સ્ટ્રાઈક રેટ: 137.64
– 1 સદી, 17 અડધી સદી, 288 ચોગ્ગા, 134 છગ્ગા
– વિકેટ પાછળ પણ યોગદાન- 59 કેચ અને 5 સ્ટમ્પિંગ
IPL 2025માં જ્યારે SRHએ તેને 11.25 કરોડમાં ખરીદ્યા, ત્યારે તેણે 14 મેચમાં 354 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ હતી. તેનો સ્ટ્રાઈક રેટ 152.58 હતો, જે તેના આક્રમક અંદાજને દર્શાવે છે.

