Jamnagar તા.19
જામનગરમાં રૂપિયા 412 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જામનગર આવી રહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રવાસ ખરાબ હવામાનને કારણે અચાનક રદ્દ થયો છે. મુખ્યમંત્રીની ગેરહાજરીમાં પ્રભારીમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો હતો.
જામનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 412 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકામોના લોકર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાંચ દિવસથી શહેર અને જિલ્લાનું તંત્ર આ કાર્યક્રમ માટે તૈયારીમાં લાગ્યું હતું પરંતુ અચાનક આ કાર્યક્રમને હવામાનનું ગ્રહણ લાગ્યું છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે નિર્ધારિત સમય મુજબ સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ખાસ વિમાન મારફત જામનગર એરપોર્ટ ખાતે આગમન થવાનું હતું. પરંતુ હવામાન વિભાગે મુખ્યમંત્રી કાર્યાલયને મુખ્યમંત્રીના હવાઇ પ્રવાસની મંજૂરી આપી ન હતી.
ખાસ કરીને કમૌસમી વરસાદ અને ભારે પવનની આગાહી અને કેટલાંક વિસ્તારોમાં થયેલાં હવામાન પલ્ટાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુખ્યમંત્રીને વિમાન પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. આ સલાહને ધ્યાને રાખીને સલામતીના કારણોસર મુખ્યમંત્રીનો જામનગરનો આજનો મહત્વનો પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી હતી.
મુખ્યમંત્રીનો જામનગરનો પ્રવાસ રદ્દ થયાની સ્થાનિક તંત્રને આજે સવારે 9ઃ30 કલાકે જાણ કરવામાં આવી હતી અને તેને પગલે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબીનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિર્ધારિત કાર્યક્રમ સવારે 10ઃ15 કલાકે શરૂ કરવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આજરોજ જામનગર ખાતે યોજાનારા કાર્યક્રમોના આયોજનમાં અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે ફેરફાર કરવામાં આવ્યો છે.
ખરાબ હવામાનને પરિણામે મુખ્યમંત્રીનું વિમાન ગાંધીનગરથી ટેક-ઓફ કરી શકે તેમ ન હોવાથી અને જામનગર ખાતે સુરક્ષિત લેન્ડિંગ શક્ય ન જણાતા મુખ્યમંત્રી પ્રત્યક્ષ રીતે જામનગર ખાતે ઉપસ્થિત રહી શકશે નહીં. જોકે, જામનગરના વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી જ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. હાપા એપીએમસી તથા ટાઉનહોલના બંને કાર્યક્રમો નિયત સમય મુજબ જ યોજાશે.
મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈને જામનગરવાસીઓને સંબોધિત કરશે અને વિકાસકાર્યોની ભેટ આપશે. વહીવટીતંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની અન્ય વ્યવસ્થાઓ પૂર્વવત્ રાખવામાં આવી છે
હાપા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે રૂ.85 લાખના ખર્ચે એ.સી. કેન્ટીન બનાવવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતોને 35 રૂપિયાના નહિવત દરે શુદ્ધ ભોજન મળશે. અને રૂ.65 લાખના ખર્ચે ગેસ્ટહાઉસ બનાવવામાં આવ્યું છે.વિવિધ વિભાગોના કુલ 57 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાશે. આ તમામ કાર્યોમાં કુલ રૂ. 412.61 કરોડ ખર્ચ થાય છે. જેમાંથી 28 કામોનું ખાતમુહૂર્ત (રૂ.153 કરોડ) તથા 29 કામોનું લોકાર્પણ (રૂ.259 કરોડ) કરવામાં આવશે.
આ કામોમાં મુખ્યત્વે પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ-કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ, બબરઝર સરકારી માધ્યમિક શાળા અને કે.ડી.વી.માધ્યમિક શાળા જોડિયા, 66 કેવી ફલ્લા, સણોસરા સબ સેન્ટર,નવા ધુનિયા સબ સેન્ટર,ચેલા સબ સેન્ટર,પીપર સબ સેન્ટર, અમૃત ર.0 યોજના હેઠળ 30 ખકઉ ક્ષમતાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,પાઈપલાઈન નેટવર્ક, રોડ રી-કાર્પેટીંગના કામોનો સમાવેશ થાય છે.
આ કામોમાં મુખ્યત્વે અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલ પ્લોટમાં ઓક્સીજન પાર્ક બનાવવાનું કામ, શહેરમાં વિવિધ વોર્ડમાં સી.સી. રોડનું નિર્માણ, આર.સી.સી. બોક્સ કેનાલ નિર્માણ, મેટલ રોડ અને રોડ સાઈડ ડેવલોપમેન્ટ કાર્યો, જામનગર શહેરમાં સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અન્વયે જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રોડના રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગર ખાતે ઓદ્યોગિક તાલીમ સંસ્થાનું નવીન બાંધકામ, નગર પ્રાથિમક શાળા નં-55ના બિલ્ડીંગનું ખાતમુહુર્ત, બ્રીજ બનાવવાના કામો, રીડેવલપમેન્ટ નીતિ-2016 અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ 372 જર્જરિત મકાનોના પુનઃ નિર્માણની કામગીરીના કામોનો સમાવેશ થાય છે.
જામસાહેબશ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા 16066 ચો.મી. જગ્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકાપયોગી ઓકસીજન પાર્ક બનાવવાના હેતુસ2 આપવામા આવેલ છે. અહી આશરે 100થી વધુ વક્ષો આવેલા છે. જેને નુકશાન પહોચાડ્યા વગર આ પાર્કમા ”યોગીક ચક્રની થીમ” આધારિત વોકિંગ ટ્રેક વાળા પાર્કનુ ડેવલોપમેન્ટ ક2વામાં આવશે.
પાર્કની વિશેષતાઓમાં સાત યોગીક ચક્રો જે ભારતીય યોગશાસ્ત્ર દ્વારા પ્રચલિત થયેલ છે. જેમા દરેક ચક્રોના પોતાના સુચિત રગો હોય છે. જેનુ નીરૂપણ આ પાર્કમા ક2વામા આવશે. ઓકસીજન પાર્ક બનાવવા હેતુસર આ પાર્કમા “ઈ-4” કેટેગરીના વૃક્ષોનુ વાવેત2 ક2વામા આવશે. “ઈ-4” પ્રકારના વૃક્ષો વધુ કાર્યક્ષમ રીતે કાર્બન ડાયોકસાઈડ શોષવા અને ઓક્સિજનનું ઉત્સર્જન વધારે પ્રમાણમા કરે છે, જેના કારણે શહેરી પ્રદુષણ ઘટાડવામા મહત્વપુર્ણ ફાળો આપે છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગુલાબનગર ખાતે હાલમાં કુલ-04 ટ્રેડમાં 12 બેચ કાર્યરત છે. જેની કુલ-264 મંજૂર બેઠકો ઉપર 123 તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. રૂ.981 લાખના ખર્ચે નવું મકાન ઉપલબ્ધ થતાં સંસ્થા ખાતે 09 ક્લાસરૂમ, 14 વર્કશોપ અને ઓડિયો-વિઝ્યુઅલ રૂમ, પ્લેસમેન્ટ કાઉન્સેલિંગ રૂમ, આઈ.ટી. લેબ, લાઇબ્રેરી અને કેન્ટીન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

