Porbandar તા.23
પોરબંદરના 3 માઈલ નજીક કાર-બાઈક અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.પોરબંદરના 3 માઈલ નજીક કાર હડફેટે બાઈક નો અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક નું સારવાર દરમ્યાન મોત થયું છે ત્યારે તેના પત્ની સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.
પોરબંદર ના બોખીરા વિસ્તારમાં રામદેવપીર ના દુવારા પાસે રહેતા નોધણભાઈ ભોજાભાઈ સગારકા અને તેના પત્ની લીલાવંતી બેન શહેર માંથી પોતાના ઘરે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે 3 માઈલ પાસે કારે તેમના બાઈક ને હડફેટે લેતા બન્ને ને ઈજાઓ થઇ હતી આથી તેઓને સારવાર માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં નોધણભાઈ નું સારવાર દરમ્યાન મોત થયું છે જયારે લીલાવંતી બેન સારવાર લઇ રહ્યા છે ત્યારે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.કુતિયાણાના ચૌટા વાક નજીકથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો હતો જે મામલે પોલીસે બે શખ્સો ની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોરબંદર પોલીસ ને બાતમી મળી હતી કે કુતિયાણા ના ચૌટા વાક પાસે બે શખ્સો દારૂના જથ્થા સાથે આવી રહ્યા છે.
ત્યારે આ બાતમી ના આધારે પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની 86 જેટલી બોટલો સાથે અજય ખુશાલદાસ કોટેચા તેમજ આકાશ ભીખુભાઈ જુંગી નામના શખ્સોને ઝડપી લીધા છે અને આ દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો છે તે અંગે ની પૂછપરછ હાથ ધરાઈ છે.

