Junagadh,તા.23
કોડીનાર ખાતે રાણાવાળા હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલ, જુનાગઢના તબીબો દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું ઉદ્ઘાટન પ્રદ્યુમન વાજા (શિક્ષણ તથા સામાજિક ન્યાય મંત્રી) તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શિવા ભાઈ સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ કેમ્પને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કેમ્પમાં આશરે 400થી વધુ દર્દીઓએ હાજરી આપી અને નિ:શુલ્ક સારવાર તથા દવાઓનો લાભ લીધો હતો.

