Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    • Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
    • અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
    • Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ
    • અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા
    • સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું
    • America એ હુમલો કર્યો તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Ribada માંથી ગેસ રિફલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું
    સૌરાષ્ટ્ર

    Ribada માંથી ગેસ રિફલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 23, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ribada. તા.23
    રિબડામાંથી ગેસ રિફલિંગનું મોટું કૌભાંડ રૂરલ એસઓજીની ટીમે પકડી રૂ.16 લાખના 600 બાટલા જપ્ત કરી મોટી કાર્યવાહી કરી હતી. ઉમિયા ગેટ નં.4 માં સ્થિત સાંઇ પ્રેમ ગેસ એજન્સીમાં બે ગેસના બાટલાંથી ત્રણ-ત્રણ કિલો ગેસ કાઢી ત્રીજો બાટલો ભરી કાળાબજારી થતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે હાલ ગેસ એજન્સીના મેનેજર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી સંચાલક અને ગોડાઉન માલિકની શોધખોળ આદરી છે.

    રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા એલ.પી.જી. ગેસના સીલીન્ડર્સને સંબંધિત ગેરકાયદેસરની પ્રવુતી સદંતર નાબુદ કરી અસરકારક કામગીરી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી. જે.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.

    ત્યારે  રીબડા ઇન્ડસ્ટ્રિયલ એરીયામાં આવેલ ઉમિયા ગેટ નં.4 અંદર સ્થિત સાંઇ પ્રેમ ગેસ એજેન્સીમાં એલ.પી.જી.ગેસ સિલીન્ડરની કાળાબજારી કરી અન્યની જીંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટી નોર્મ્સનું પાલન કર્યા વિના અનઅધિકૃત રીફિલિંગ કરતા હોવાની કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ તથા વિપુલભાઇ ગોહેલને મળેલ ચોક્કસ બાતમીના આધારે રિબડા પાસે ઉમિયા ગેટ નં.4 અંદર સ્થિત સાંઇ પ્રેમ ગેસ એજેન્સીમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો.

    એસઓજીની ટીમે ગેસ એજન્સીમાંથી અલગ-અલગ કંપનીના નાના-મોટા ભરેલા તથા ખાલી એલ.પી.જી. ગેસ સિલીન્ડર 600 નંગ સહિત સમગ્ર ગોડાઉન સિઝ કરી આરોપી મેનેજર પંકજ જેઠા મકવાણા (ઉ.વ.38, રહે. રાજકોટ મવડી પાળ રોડ, મીરાબાઇ ટાઉનશીપ, મૂળ ગામ-નવાણીયા, બાબરા),  લખમણ ચના ચાવડા  (ઉ.વ.31, રહે. ગણેશનગર મફતીયાપરા, શાપર,  મુળ ગામ-દેરોદર, પોરબંદર) અને રામ ચના ચાવડા  (ઉ.વ.28, રીબડા ગામની સીમ, ઉમીયા ઇન્ડ્રસ્ટ્રીઝ, સાંઇ પ્રેમ ગેસ એજન્સી, મુળ ગામ દેરોદર, પોરબંદર) તેમજ રાકેશ અરવિંદ કુબાવત (ઉ.વ.48, ગુંદાસરા ગામની સીમ, હરસીધ્ધી પાર્ક, રીબડા રેલ્વે સ્ટેશન પાસે, મુળ ગામ-જીંજુડા, મેદરડા) ની ધરપકડ કરી અલગ અલગ કંપનીના 600 થી વધું ગેસના બાટલા રૂ.16 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી આદરી હતી.

    જ્યારે સાંઈ પ્રેમ ગેસ એજન્સીનો સંચાલક બાબાભાઇ બગ્ગા (રહે. કલ્પવન સોસા., ઢોલરા, મુળ- નોઇડા (યુ.પી.) અને શૈલેષ ઉર્ફે હસમુખ ભાલાણી (રહે. મોરબી) તેમજ ગોડાઉન માલીક નિરવ ભરત ભીમાણી (રહે. માણાવદર) પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ એલ.પી.જી. ગેસ સિલીન્ડર્સનું અનઅધિકૃત રિફીલિંગ કરી ગેસ સિલીન્ડર્સનું નિર્ધારીત બજારભાવ કરતા ઉંચા ભાવે વેચાણ કરતાં હતાં.

    તેમજ ફાયર સેફ્ટીની જોગવાઇઓનો ભંગ કરી ઘર વપરાસના ગેસ સિલીન્ડર્સનું કોમર્શિયલ હેતુથી વેચાણ થતું હતું. તેમજ પકડાયેલ શખ્સો છેલ્લા ત્રણ વર્ષથી આ એજન્સી ચલાવી બે ગેસના બાટલાંથી ત્રણ-ચાર કિલો ગેસ કાઢી ત્રણ ગેસના બાટલા તૈયાર કરતાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગેસ એજન્સીમાં સ્ટોક રજીસ્ટર જાળવણીની જોગવાઇઓનો ભંગની સાથે  બિન અધિકૃત રીતે અન્ય કંપનીના તથા કંપનીના નામ વગરના ગેસ સિલિન્ડર્સનો ગેરકાયદેસર સ્ટોક કરવામાં આવતો હતો.

    4 કિલો ના 1 હજારના 1500, 12 કિલોના 1500 ના 2500 અને 21 કિલોના  2500 ના 3500
    રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે રીબડા પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દરોડો પાડી ગેરકાયદેસર ગેસ રિફલિંગ કરી કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે, આરોપીઓ 4 કિલો ગેસના બાટલાના રૂ.1 હજારની જગ્યાએ 1,500, 12 કિલોના રૂ.1500 ની જગ્યાએ 2,500 અને 21 કિલોના રૂ.2500 ની  જગ્યાએ 3500 રૂપિયા પડાવી કાળા બજારી કરતાં હોવાનું સામે આવ્યું છે.

    Ribada Ribada NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli ACB ટ્રેપઃ વંડા પોલીસ સ્ટેશનના ૨ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Car ખાડામાં ખાબકતા સુરેન્દ્રનગરનાં બે યુવાનોનાં મોત

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ફોરેસ્ટ રિઝર્વની જમીન ખાનગી કંપનીને આપવાના મુદ્દે હીરા સોલંકી મેદાનમાં

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૧૯૮૬ બોટલ સાથે ૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    ટીંબી ગામના ખેડૂતે Minister of Agricultureને પત્ર પાઠવીને ગાંજો વાવવાની મંજુરી માંગી!

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: માતા પિતાની અસાધારણ તપ સાધના અને આત્યંતિક પ્રેમ સેવા સમર્પણની એક સત્ય ઘટના

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026

    Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ

    May 13, 2026

    અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા

    May 13, 2026

    સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.