Porbandar તા.25
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટલાઈટ નાખવા માટે ટેન્ડર પ્રકિયા કરવામાં આવી હતી. જેમાં 18 ટકા ઊંચું એટલે કે રૂપિયા 55 કરોડમાં આપવામાં આવ્યું છે. જેને લઈને શહેરમાં ચર્ચા જાગી છે.
પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર 900 જેટલા પોલ ઉભા કરી સ્માર્ટ સ્ટ્રીટલાઈટ તેમજ સોસાયટી અને ગલીઓમાં 15000 હજાર જેટલી સ્ટ્રીટલાઈટ નાખવાનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર પ્રકિયા દરમ્યાન 18 ટકા ઊંચું રકમમાં ટેન્ડર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
હાલ આ ટેન્ડર રૂપિયા 55 કરોડમાં આપવામાં આવ્યું છે ત્યારે આ બાબતે ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવ્યું હતું કે સ્ટ્રીટલાઈટના મટીરીલ્સના ભાવ વધતા તેમજ અમુક આઈટલ વધતા જ ટેન્ડર અપ કરવામાં આવ્યું છે. તો આ ટેન્ડરમાં શહેરના માર્ગો પર આધુનિક 200 જેટલા સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે ટેન્ડર માં 18 ટકા અપ થતા શહેરમાં અનેક ચર્ચા ઓ જાગી છે.

