Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kailash Mansarovar ની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો આરંભ

    May 1, 2026

    Rajkot HPV રસીકરણમાં રાજકોટ ગુજરાતમાં નં.1

    May 1, 2026

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kailash Mansarovar ની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો આરંભ
    • Rajkot HPV રસીકરણમાં રાજકોટ ગુજરાતમાં નં.1
    • Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી
    • Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં
    • Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    • Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો
    • કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા
    • IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat સરકારે જમીનના વારસાઈ વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાંથી મોટી મુક્તિ આપી
    ગુજરાત

    Gujarat સરકારે જમીનના વારસાઈ વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાંથી મોટી મુક્તિ આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 27, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હવે સીધી કે આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો પર માત્ર ૩૦૦ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે.

    Gandhinagar,તા.૨૭

    ગુજરાતમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.

    ઘણીવાર જંત્રીના દર ઊંચા હોવાને કારણે ખેડૂતો અને પરિવારો મિલકતની વહેંચણી કે હકક જતો કરવાના દસ્તાવેજો કરાવવાનું ટાળતા હોય છે. આને કારણે લાંબા ગાળે કૌટુંબિક વિવાદો અને કોર્ટ કેસો વધતા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિસાન સંઘ અને વિવિધ સંગઠનોની રજૂઆતોને ધ્યાને રાખીને આ આર્થિક ભાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

    ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા ૩૦૦ ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુકત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો (મૃત્યું થનાર મુળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હકક ઉઠાવવા/કમીના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.

    જંત્રી આધારિત મોટી રકમની જગ્યાએ હવે દરેક તબક્કાના લેખ પર માત્ર ૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ વારસદાર અન્ય વારસદારની તરફેણમાં હક્ક જતો કરે (સીધી લીટીમાં અથવા સીધી લીટીના વારસ હયાત ન હોય તો આડી લીટીના કેસમાં), ત્યારે આ રાહત મળશે. સીધી લીટીના વારસદારોના નામ હયાતીમાં દાખલ કરવાના કિસ્સામાં પણ આ નજીવી ડ્યુટી લાગુ થશે. વારસાઈ નોંધ મુજબ દાખલ થયેલા સંયુક્ત ખાતેદારો વચ્ચે થતી જમીનની વહેંચણીના લેખ પર પણ ૩૦૦ની સ્ટેમ્પ ડ્યુટી રહેશે.

    જો સીધી લીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડીલીટીના હયાત પૈકીના એક યા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હકક દાખલના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી વસૂલ કરવામાં આવશે. સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અન્વયે દાખલ થયેલ સંયુકત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે (આવી વારસાઈથી સીધીલીટી અથવા તેની હયાતી ન હોય ત્યારે આડીલીટીના વારસો દાખલ થયેલ હોઈ શકે) પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.

    આ ઉપરાંત ખેતીની જમીનો માટે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં જે કિસ્સામાં સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો જ આડીલીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવો, હયાતીમાં નામ/હક્ક દાખલ કરવા તથા વહેંચણી અંગે, ઉક્ત દર્શાવેલ પ્રત્યેક તબદીલી લેખ રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે. આ પ્રજાલક્ષી નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે. તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે. હજારો-લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે માત્ર ૩૦૦માં કામ થવાથી ખેડૂતોની આર્થિક બચત થશે. પરિવારમાં પ્રોપર્ટી વહેંચણી સરળ બનતા આંતરિક ઝઘડાઓ અને વર્ષો સુધી ચાલતા કોર્ટ કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવશે. ઓછા ખર્ચને કારણે લોકો હવે કાયદેસર દસ્તાવેજીકરણ કરાવશે, જેનાથી ’રેકોર્ડ ઓફ રાઈટ્‌સ’ (હક્ક પત્રક) વધુ સ્પષ્ટ અને પારદર્શક બનશે. જમીન માલિકીના હક્કો સ્પષ્ટ થવાથી ખેતી વિષયક ધિરાણ અને અન્ય વ્યવહારો ઝડપી અને સરળ બનશે. એટલુ જ નહિ, ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વહેંચાણમાં આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે અને પારદર્શિતા અને સ્પષ્ટતાનો ધ્યેય સાકાર થશે એટલે કે, હકક પત્રક વધુ સ્પષ્ટ બનશે અને જમીનના માલિકી હક્ક અંગેની ગેરસમજ ઘટશે. આ રૂ.૩૦૦/- ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot HPV રસીકરણમાં રાજકોટ ગુજરાતમાં નં.1

    May 1, 2026
    રાજકોટ

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    રાજકોટ

    Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં

    May 1, 2026
    રાજકોટ

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    રાજકોટ

    Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે

    May 1, 2026
    જામનગર

    Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kailash Mansarovar ની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો આરંભ

    May 1, 2026

    Rajkot HPV રસીકરણમાં રાજકોટ ગુજરાતમાં નં.1

    May 1, 2026

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં

    May 1, 2026

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kailash Mansarovar ની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો આરંભ

    May 1, 2026

    Rajkot HPV રસીકરણમાં રાજકોટ ગુજરાતમાં નં.1

    May 1, 2026

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.