Rajkot, તા. 1
શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઇ વડોલિયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ શહેરીજનોને આજે તા.1લી મેના રોજ 66માં ગુજરાત રાજય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે 1 લી મે, 1960ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન થયુ હતું અને 65 વર્ષ પૂર્ણ કરી 66 માં વર્ષમાં પ્રવેશેલુ ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જીન સાબીત થઇ રહયુ છે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું વિકાસ મોડેલ પ્રખ્યાત છે.
ગુજરાતી લોકો દેશવિદેશમાં વેપાર માટે પણ પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખુણેખુણે નહી પરંતુ વિશ્ર્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઇને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યા જાવ, ત્યા તમને ગુજરાતી જરૂર મળી રહેશે.ગુજરાતની પ્રજાની ઉદારતા એ ભારતીય સંસ્કૃતીનું મુખ્ય લક્ષણ છે. આજનુંગુજરાત રાજયજે રીતે આગળ વધી રહ્યુ છે.
તેની પાછળ ભારતીય જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ, કાર્યકર્તાઓના બલિદાન, તપસ્યા અને પુરુષાર્થનો મોટો ફાળો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ધરાનું ગૌરવ એવા રવીશંકર મહારાજ ભારતીય સ્વાતંત્ર સેનાની અને સમાજ સુધારક હતા, તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતા. 1920અને 1930ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડયા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્રય સંગ્રામનું આયોજન કર્યુ હતું.
તેમજ દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા, આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ પણ ગુજરાતના હતા.ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહયા છે અને ગુજરાત માટે આપેલા યોગદાન અને બલિદાનોને સાર્થક કરી રહયા છે. અને ટુંકા ગાળાના દિવસના શાસનમાં અનેકવિધ વિકાસકાર્યોના નવા આયામો સિધ્ધ કરી રહયા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ અંતમાં શુભકામના પાઠવતા જણાવ્યું હતું.

